Vav By Election : ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક પર સૌકોઇની નજર મંડાયેલી છે. 13 નવેમ્બરે આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. હવે આવતીકાલે 23 નવેમ્બરે આ બેઠકનું પરિણામ જાહેર થવાનું છે. આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના પ્રભુત્વને કારણે આ બેઠક (Vav By Election) પર પરિણામોની અટકળો પણ અઘરી પડી રહી છે. ત્યારે હવે આ બેઠકનું ગણિત પણ સૌ માટે સમજવું અઘરું બની રહ્યું છે. ત્યારે હવે આ બેઠક પર મતગણતરીના સેન્ટર પર પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા આવતીકાલની ચૂંટણી પરિણામને લઈને પાલનપુર (Palanpur)ની કોલેજમાં તૈયારીઓ થઇ ગઈ છે. પાલનપુરની સરકારી કોલેજમાં મતગણતરીનું સેન્ટર રાખવામાં આવ્યું છે. અને ત્યાં અત્યારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હતી. અને ત્યાં કેવી તૈયારીઓ પણ કરવામાં આવી છે તેને લઈને ચૂંટણી અધિકારીએ વાત કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે કહ્યું કે, 321 બુથોની 23 રાઉન્ડમા હાથ મતગણતરી હાથ ધરવામાં આવશે. વહેલી સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની છે. ત્યારે હવે 8 થી 8.30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાશે. ત્યાર બાદ ઇવીએમની મતગણતરી શરૂ થશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી (Vav By Election)મા 10 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. આવતીકાલે જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે.
આ પણ વાંચો : Adani Group : ગૌતમ અદાણીનું જબરદસ્ત કમબેક, 1 સિવાય ગ્રુપના તમામ શેર વધ્યા, રોકાણકારોએ ખરીદી શરૂ કરી