Vav By Election : વાવ બેઠક પર હવે જામ્યો રસાકસીનો જંગ, પાઘડીની લાજ રાખવવા સ્વરૂપજીએ ઠાકોર પાસે કરી વિનંતી

October 29, 2024

Vav By Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્ચસ્વની લડાઈમાં ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે પોતાનો વટ જાળવવા સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અને હવે ભાજપના જ માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી બળવો પોકાર્યો છે. જે બાદ હવે આ બેઠક પર બધા જ ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ગેનીબેન ગુલાબસિંહના પ્રચારમાં જોડાઈ ગયા છે. તો બીજી તરફ સ્વરૂપજી ઠાકોરને જીતાડવા અલ્પેશ ઠાકોર મેદાને ઉતાર્યા છે.

સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજ પાસે મત આપવા કરી વિનંતી

વાવની ચૂંટણી નહિ પણ જાણે જંગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે હવે પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે. ત્યારે ઠાકોર સમાજ પાસે સ્વરૂપજી ઠાકોરે પાસે મતની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ જયારે જો બધાનું વિચારતી હોય તો તમે પણ ભાજપને મત આપશો, જો ભાજપ અઢારેય આલમનું વિચારે છે, તો આપણે પણ તેના પર ભરોસો મુકવો જોઈએ. અને જે પાઘડી આજે તમે મને પહેરાવી છે. તે પાઘડીની લાજ હવે સમાજે રાખવાની છે. હું તો તમારી સામે આ પાઘડી નમાવી અને કહું છું કે આ પાઘડીની લાજ હવે તમારે રાખવાની છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, વાવની બેઠક પર કોણ બાજી મારશે ?

આ પણ વાંચોLawrence Bishnoi Gang : અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી, માતાએ કેસ દાખલ કર્યો

Read More

Trending Video