Vav By Election : વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં ધામા નાખ્યા છે. ત્યારે ભાજપ સામે બળવો કરીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલ પણ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.
માવજી પટેલે શરુ કર્યું ગામે ગામ ચૂંટણી પ્રચાર
આજે સૌથી પહેલા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વાવના ઢીમાં ખાતે ધરણીધર અને ઢીમણનાગ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી જોકે માવજી પટેલે ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે ચૌધરી મતો ક્યારેય વેચાશે નહિ ,ભલે કોઈ કહે કે બટેગે તો કટેગે પણ અમારો સમાજ મારી સાથે જ છે તેમજ અન્ય સમાજોનો પણ મને પૂરો સાથ મળી રહ્યો છે. હવે બધા નેતાઓ બનીને નીકળી પડ્યા છે પણ હું અહી વર્ષીથી કામ કરૂં છું.પ્રજા બધાને ઓળખે છે,આજે ઢીમાંથી હું બાઇક રેલી સ્વરૂપે ,ટડાવ,બાલુત્રી,સણવાલ,દૈયાપ,માવસરી,કુંડાળીયા,રાધાનેસડા,ચોથારનેસડા,ભાખરી,રાછેણા,ગોલગામ,બુકણા, ખીમાણાવાસ થઈને વાવ જઈશ વચ્ચે અનેક ગામોમાં ચૂંટણી પ્રચાર કરીશ.
માવજી પટેલે સાસરીમાં જઈ કરી મામેરાની માંગ
આ રોડ શો દરમ્યાન માવજી પટેલ પોતાની સાસરીનાં ગામમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે મામેરું ભરવાની વાત કરી હતી, માવજી પટેલએ પોતાની સાસરીના ગામ બાલુંત્રીમાંમામેરું ભરવાની વાત કરી હતી. માજી પટેલે જણાવ્યું કે, ફરીથી આ સમય નહિ આવે આવી પળ નહિ આવે તમારા આશીર્વાદથી પહેલા પણ ગાંધીનગર ગયો ,પહેલા મામેરું ભર્યું ત્યારે કોઈ કમી રાખી નહોતી.આજે ફરીથી સત્યનું મામેરું વ્યવહારનું મામેરું માંગવા આવ્યો છું.એવું મામેરું ભરો કે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાય.મને તો ત્રીસ વરસનો વનવાસ છે. હવે વનવાસ પૂરો કરવો હોય તો બાલૂંત્રી કરશે.પાકોનાં સારા ભાવ મળે તે માટે દૂધના ભાવ વધારવા માટે લડીશું. દાણના ભાવ ઘટેતે માટે લડીશું.
આ પણ વાંચો : પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાની પ્રથમ માસિક પૂણ્યતિથીએ PM મોદીએ રતન ટાટા માટે લખ્યો ઈમોશનલ બ્લોગ, જાણો શું લખ્યું