vav by election: વાવ પેટા ચૂંટણીને (vav by election) લઈને હાલ બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP)- કોંગ્રેસ (Congress) અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે તેવામાં ત્રણેય ઉમેદવારો હાલ જીત માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. તેમજ હાલ દરેક પક્ષના નેતાઓ પોત પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં હવે આ ચૂંટણીને લઈને મહંતશ્રી રાજેન્દ્રગીરી બાપુએ (Mahantshri Rajendragiri Bapu) પણ મોટો દાવો કર્યો છે.
વાવ બેઠક પર જીતને લઈને મહંતશ્રી રાજેન્દ્રગીરી બાપુ નો મોટો દાવો!
મહંતશ્રી રાજેન્દ્રગીરી બાપુએ અત્યારે ચૂંટણીનો જે માહોલ છે તેના વિશે જણાવ્યું હતુ અને આ ચૂંટણી અત્યારે કેમ એટલી મહત્વની છે તે જણાવ્યું હતુ આ સાથે આ ચૂંટણીમાં માવજી પટેલની અપક્ષ ઉમેદવારીને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે માવજી પટેલની રાજકીય સફર વિશે જણાવ્યું હતુ અને કહ્યુ હતુ કે, માવજી પટેલ આટલી બધી ચૂંટણીઓ લડ્યા પરંતુ તેઓ માત્ર એક જ વખત જીત્યા છે તેઓ ચૂંટણીઓ લડી શકે, પરિણામ અને સમીકરોણો બગાડે પરંતુ તેઓ જીતી શકતા નથી.
વધુમાં તેમણે એમ પણ કહ્યુ કે, અત્યારે રાજકીય અભ્યાસીઓનું કહેવું છે કે, સમગ્ર વાવના ચૌધરી સમાજના આગેવાનો , મતદારો , કાર્યકર્તાઓ ચોધરીઓ બધા અપક્ષમાં લાગી ગયા છે અને તેના પરિણામે માવજી પટેલનો માહોલ બન્યો છે પરંતુ માવજી પટેલ જીતના ઉમેદવાર છે તેવું રાજકીય અભ્યાસુઓ માનતા નથી. જેટલા પણ માવજી ભાઈના નજીકના છે તેમના સમર્થકો છે તેવા ક્ષેત્રમાં કહેવાય છે કે, માવજીભાઈ આગળ છે.
મારવાળી ચૌધરી સમાજને મરણ પથારીએ મુકી દે તો નવાઈ નહીં : મહંતશ્રી રાજેન્દ્રગીરી બાપુ
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે, પરિસ્થિથી તેવી છે કે, માવજી ભાઈ મારવાળી અને પરબત ભાઈ દેશી ત્યારે દેશી અને મારવાળી ચૌધરીઓમાં અત્યાર સુધી થરાદ વાવમાં દેશી ચૌધરીઓનું નેતૃત્વ પરબતભાઈ કરતા હતા. પરબતભાઈ સત્તામાં રહ્યા એટલા માટે તેમની સાથે દેશી ચૌધરી સમાજન સત્તાના કેન્દ્રમાં રહ્યો. મારવાળી ચૌધરી સમાજ સત્તાથી દૂર રહ્યો હતો પરંતુ 2022 માં શંકરભાઈ ચૌધરી થરાદથી વિધાનસભાની ચૂંટણી લડ્યા તે વખતે મારવાળી ચૌધરી સમાજ શંકરભાઈની સાથે જોડાયો એના કારણે આ સમાજ સત્તાના કેન્દ્રમાં દેશી સમાજની સાથે આવ્યો. એક વિષ્લેષકે કહ્યુ હતુ કે, રાજકીય રીતે મારવાળી ચૌધરી સમાજ મરણપથારીએ હતો અને શંકર ચૌધરીએ તેને સજીવન કર્યો હતો અને ફરી પાછો અત્યારે માવજીભાઈએ મરણ પથારીએ મુકી દે તો નવાઈ નહીં.
માવજી પટેલના આવવાથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો કેવી રીતે બદલાય ?
વધુમાં માવજી પટેલના આવવાથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો કેવી રીતે બદલાય છે તે વિશે પણ સમજાવ્યુ હતું. ગઈ વખતે ગેની બહેન સામે જે સ્વરુપજી ઠાકોર હારી ગયા હતા તે ફરી પાછા મેદાનમાં આવ્યા છે. ભાજપ તેમજ કોંગ્રેસના ઠાકોર સમાજના ઘણા લોકો સ્વરુપજી ઠાકોર સાથે જોડાયા છે. એક તરફ 40 હજાર ચૌધરીઓના મત અને બીજી તરફ ઠાકોરના 80 હજાર મતને કારણે ઠાકોર ઉમેદવારનું પલડુ ભારે છે. પરંતુ તે વાત પણ ન ભુલવી જોઈએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઠાકોર સમાજના છે. આ ગેનીબેન આરામથી 25 થી 30 ટકા ઠાકોરના મત કોંગ્રસમાં લઈ જશે. કોંગ્રેસના ઠાકોર 40 થી 50 ટકાની વાતો કરે છે. પરંતુ ભાજપ કબૂલ કરે છે ગેનીબેન 20 થી 25 ટકા મત લઈ જશે. આ મત ગુલાબસિંહને મજબુત કરશે. બીજી બાજુ ભાજપની સાથે અન્ય સમાજના મતો હશે અન્ય સમાજ હંમેશા ભાજપ તરફ રહ્યો છે. 40 હજાર આવા મતો છે . તે્મા રાજપુત, દલિત, મુસ્લીમ વગેરેનો સમાવેશ થાય છે. આ મતોમાં ભાજપ અને કોંગ્રેસને રમવાનું છે. આમ અન્ય સમાજના મતો કોની તરફ જાય છે તેના પર જીતનો આધાર રહેશે. આ સાથે તેમને દાવા સાથે કહ્યું કે, માવજી પટેલ જીતના ઉમેદવાર નથી , જીત માટે તો બાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર છે.
આ પણ વાંચો : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ