vav by election: વાવમાં આ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, અધિકારીઓ થયા દોડતા

November 6, 2024

vav by election: વાવ પેટા ચૂંટણીને (vav by election) લઈને હાલ બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP)- કોંગ્રેસ (Congress) અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે તેવામાં ત્રણેય ઉમેદવારો હાલ જીત માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. એક તરફ ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વાવમાં મતદાત બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વાવના રાધાનેસડા ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

મળતી માહિતી મુજબ વાવના રાધાનેસડા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો મામલો સામે આવ્યો છે. લાઈટ પાણી અને સારા શિક્ષણની સુવિધાઓથી વંચિત હોવાના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. આ કારણે
ગ્રામજનોએ ગઈકાલે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો, પાણી અને વીજળીની સમસ્યા છે. અનેક વખત સરકારને રજૂઆત કરવા છતા સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરતા અધિકારીઓ દોડતા થયા હતા.

UGVCL ના અધિકારીનું નિવેદન

વાવનાં મામલતદાર UGVCL ના અધિકારીઓ પાણી પૂરવઠા વિભાગનાં અધિકારીઓ સહિતની ટીમે કરી ગ્રામજનો સાથે બેઠક કરી હતી. UGVCL ના અધિકારીએ જણાવ્યું કે,ટુક સમયમાં ગામ લોકોની સમસ્યા હલ કરવામાં આવશે. તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેધરી આપતા ગામલોકોએ મતદાન કરવાનું જણાવ્યું છે.

બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય

અઘિકારીઓ સાથે બેઠક બાદ રાધાનેસડા ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. પહેલા રોજનું એક ટેન્કર મળતુ હતું હવે રોજના બે ટેન્કર પીવાના પાણીનાં મળશે તેવો નિર્ણય લેવાયો છે. હાલ તો ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવાની ખાત્રી અઘિકારીઓ આપી મામલો થાળે પાડ્યો હતો. જો કે, આપણે પહેલા પણ જોયુ છે કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદારોને રિઝવવા માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે તૈયારીમાં સુવિધા ઉભી થઈ જતી હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી પુરી થઈ જાય પછી મતદારોનું કોઈ સાંભળતું પણ નથી. ત્યારે ચૂંટણી નજીક આવતા વાવના આ ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ત્યારે રાજકીય પક્ષોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ પણ વાંચો :  US Presidential Election 2024: ‘મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ…’ PM મોદીએ ટ્રમ્પની જીત પર આ રીતે અભિનંદન પાઠવ્યા

Read More

Trending Video