Vav By Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્ચસ્વની લડાઈમાં ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે પોતાનો વટ જાળવવા સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અને હવે ભાજપના જ માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી બળવો પોકાર્યો છે. જે બાદ હવે આ બેઠક પર બધા જ ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે ગુલાબસિંહ રાજપૂત પોતાના કોંગ્રેસના સંગઠન સાથે મળીને હવે ચૂંટણીને લઈને તૈયારીઓમાં જોડાઈ ગયા છે.
બનાસકાંઠામાં વર્ચસ્વની લડાઈમાં હવે ખુબ રસપ્રદ જંગ જામ્યો છે. ત્યારે હવે ગુલાબસિંહ કોંગ્રેસના કાર્યકરો સાથે મળી અને ચૂંટણી રણનીતિ તૈયાર કરતા જોવા મળ્યા છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, વાવમાં દરેક સમાજની સાથે મળીને હવે આપણે આ ચૂંટણી જીતવાની છે. તમારા પોતાના સમાજને જ નહિ પરંતુ જે જે સમાજ સાથે સારું બનતું હોય ત્યાં બધાને કોંગ્રેસને મત આપવા વિનંતી કરવાની છે. 170 ગામમાં ભલે તમે ના પહોંચી શકો પણ એ બધા ગામ, દરેક ઘર સુધી કોંગ્રેસ પહોંચવું જોઈએ આપણે એવી મહેનત કરવાની છે. ઇન્દ્રનીલભાઈ રાજકોટથી અહીંયા આવ્યા છે. ત્યારે જો એ આપણા માટે પ્રચાર કરવા ત્યાંથી અહીંયા આવે છે. તો આપણે તો આપણા લોકો વચ્ચે જવાનું છે અને કોંગ્રેસની જીત માટે રણશિંગુ ફૂંકવાનું છે.
ગુલાબસિંહ રાજપૂતે વાવ બેઠક પર કોંગ્રેસની જીતની હેટ્રીકનો કર્યો દાવો#GulabsinhRajput #Congress #Banaskantha #vavelection #nirbhaynews pic.twitter.com/AlpOpR4sbZ
— Nirbhaynews (@nirbhaynews1) October 29, 2024
આ પણ વાંચો : Vav By Election : વાવ બેઠક પર હવે જામ્યો રસાકસીનો જંગ, પાઘડીની લાજ રાખવવા સ્વરૂપજીએ ઠાકોર પાસે કરી વિનંતી