Vav By Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના (Vav By Election) કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor), કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji patel) સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.ત્યારે આજે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસવાની પ્રક્રિયા ચાલી રહી હતી આ દરમિયાન અપક્ષ ઉમેદવાર દ્વારા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરાયો છે.
ભાજપના સ્વરુપજી ઠાકોરનું ફોર્મમાં અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો વાંધો
મળતી માહિતી મુજબ વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર નિરૂપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં વાંધા કાઢી ફોર્મ રદ કરવાની રજુઆત કરી છે. તેમણે ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું નમુના 26 નું સોગંદનામુ કરવા માટેનો સ્ટેમ્પ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના દ્વારા નમુના 26 નું સોગન કરવા માટેનું સ્ટેમ્પ પરમાર સ્વરૂપજી સરદારજીના નામે છે જેનો વાંધો રજૂ કરાયો છે.
કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતના ફોર્મમાં શું વાંધો ઉઠાવવામાં આવ્યો ?
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના મતદાર યાદીના પ્રમાણપત્ર સામે વાંધો રજુ કરાયો છે. તેમનો આરોપ છે કે, વાવ વિધાનસભામાં મતદાર યાદીમાં નામ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ નથી કર્યું છે અપક્ષ ઉમેદવાર નિરૂપા માધુ દ્વારા ગુલાબસિંહ રાજપૂતનું મતદાર કાર્ડ થરાદમાં છે અને ચૂંટણી વાવ વિધાનસભાની હોવા છતાં ગુલાબસિંહ રાજપુતે થરાદ મતદાર ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યું તે ગેરલાયક હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
શું ગુલાબસિંહ અને સ્વરુપજી ઠાકોરનું ફોર્મ થશે રદ ?
આમ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં વાંધા રજૂ કરતા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નીરૂપા માધુએ ભાજપ અને કાંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવાની માગણી કરી છે. તેમજ જો બંને ઉમેદવારોના ફોર્મ અયોગ્ય ઠેરવી રદ નહિ થાય તો અપક્ષ ઉમેદવારે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, શું ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત ફોર્મ રદ થશે ?
આ પણ વાંચો : પીએમ મોદીની મુલાકાતને લઈને વડોદરાના જાગૃત નાગરિકોને કરાયા નજરકેદ, શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર