Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) વાવ બેઠક પર ચૂંટણીને (Vav By Election) લઈને હાલ માહોલ ગરમાયો છે. ભાજપના (BJP) ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર(Swarupji Thakor) , કોંગ્રેસના (Congress) ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને જીતાડવા માટે ગેનીબેન પણ કોઈ કસર નથી છોડી રહ્યા. ગેનીબેન આક્રમક રીતે ગુલાબસિંહ માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે
ભાભર ખાતે કોંગ્રેસનો નુતન વર્ષાભિનંદન ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ધારાસભ્યો સહિત કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા. ગઈકાલે ભાજપના શક્તિ પ્રદર્શન સામે આજે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં સાંસદ ગેનીબેન ઠાકોરએ મોટુ નિવેદન આપ્યુ હતું.
સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન
સાંસદ ગેનીબેન ઠાકોરએ કહ્યું કે, તમારી દીકરી ક્યારેય તમારી પાઘડીને આંચ આવે એવું કામ નહિ કરે. 2017 માં વાવ વિધાનસભામા આરપારની લડાઈ હતી કોણ ઉમેદવાર સામે હતું છતાં કોંગ્રેસ જીતી. રાજકારણમા સમાજ માટે સમર્પિત થવા વાળા બહુ ઓછાં વ્યક્તિ હોય છે.ગુલાબ સિંહના દાદાએ તમારી ગરીબ દીકરી માટે પાઘડી મતદારો સામે ઉતરી હતી.ગઈ રાત્રે મુખ્યમંત્રી અને પ્રધાન મંડળે વાવનો ઘેરો ઘાલ્યો છે.છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર કામમા નિષ્ફળ ગઈ છે કામ કર્યા હોત તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ગામડે ગામડે રખડવાનો વારો ન આવ્યો હોત.
ગેનીબેન ઠાકોરએ હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર
ગૃહમંત્રીએ કહ્યું હતુ કે, ગેનીબેન માત્ર સ્ટેજ પર અને મીડિયાના નેતા છે તો હું એમને કહેવા માગું છું કે ગેનીબેન ઠાકોર માઈકના નેતા નથી. ગેનીબેન ઠાકોર એ ગામડે ગામડે મારો ગરીબ કોઈપણ સમાજના આગેવાનો હોય એની સામે અન્યાય થયો હોય તેની સામે લડવા વાળા અને તેના સુખ દુખમાં ભાગી થવા વાળા અમે કોંગ્રેસના આગેવાનો છીએ. તેમજ ગેનીબેને હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહયું કે, એમને ભૌગોલિક સ્થિતિની પણ ખબર નથી ગઈ કાલે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા હતા કે ગુલાબભાઈ આયાતી ઉમેદવાર છે આમ તો તેઓ એમ કહે છે કે, હુ બનાસકાંઠાનો વતની છું ત્યારે તેઓ બવાસકાંઠાના વતની હોય તો તેમને એટલી પણ ખબર નથી કે, માજી ધારાસભ્ય અને આગેવાનની પણ ઓળખ ન હોય. તો તેમને બનાસકાંઠાની ભૌગોલિક સ્થિતિનો પહેલા અભ્યાસ કરીને પછી જ એમને કહેવું જોઈએ. 45 વર્ષથી એમના દાદાએ આપણી સેવા કરી છે ત્યારે આપ સૌને ફરી બે હાથ જોડીને વિનંતી કરું છું ગામડે ગામડે પહોંચાય તેમ નથી બહુ ઓછો સમય છે. ત્યારે તમે પણ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા નથી અને તમે નહીં આવો તેઓ મને ભરોસો છે. ઠાકોર સમાજને મારી વિનંતી છે કે, જે ભાજપ પાર્ટીના ઉમેદવારના સાર્થી બનીને તમારી પાસે આવે છે તેને એમ કહેજો ગેની બેન 20 વર્ષ થી ચૂંટણી લડતા હતા ત્યારે તેમને સમાજ યાદ ના આવ્યો ? ભાજપના ઉમેદવારે લોકસભાની ચૂંટણીમાં સભા કરી અને ગેનીબેનની સામે મોરચો માંડયો હતો.
13 તારીખ સુધી લાછીયા બની કામ કરજો : ગેનીબેન
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, ભાજપમાં જઈને આગેવાનો રબર સ્ટેમ્પ રહેવાના. 13 તારીખે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તેમણે મતદારોને કહ્યું 13 તારીખ સુધી લાછીયા બની કામ કરજો આવનારા સમયમા અમે તમારા લાસીયા બનીશું. જાહેર જીવનમાં ક્યાંય પણ ખોટું કર્યું નથી સત્તાનો પાવર આવ્યો નથી.તેમજ ગેનીબેને એમ પણ કહ્યું કે, 23 તારીખે વાવ સુધીનું પરિણામ આવશે અને 26 તારીખે લોકસભામાં પ્રિયંકા ગાંધી એન્ટ્રી કરશે. એક સીટથી સરકાર બનવાની નથી તે સરકાર તૂટી જવાની નથી આ વાવ બેઠક થકી ગુજરાતમાં કોંગ્રેસનો પવન ફુકાવવાનો છે અને સરકાર બનવાની છે.
આ પણ વાંચો : Surendranagar : મૃતક PSI ને શ્રદ્ધાંજલિ પાઠવતા હર્ષ સંઘવીએ કરી ટ્વિટ, લોકોએ હર્ષ સંઘવીનો લીધો ઉધડો