ગેનીબેન કોલર ઊંચો કરીને ભાભરની બજારમાં નીકળે એવી પાઘડીની આબરૂ રાખજો : ગેનીબેન ઠાકોર

October 29, 2024

Vav By Election : બનાસકાંઠામાં (Banaskantha) વાવ વિધાનસભાની ચૂંટણીમાં (By Election) રસાકસીભર્યો જંગ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્ચસ્વની લડાઈમાં ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે પોતાનો વટ જાળવવા સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અને હવે ભાજપના જ માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી બળવો પોકાર્યો છે. જે બાદ હવે આ બેઠક પર બધા જ ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ગેનીબેન ગુલાબસિંહના પ્રચારમાં જોડાઈ ગયા છે. તો બીજી તરફ સ્વરૂપજી ઠાકોરને જીતાડવા અલ્પેશ ઠાકોર મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે સ્વરૂપજી ઠાકોર અને ગેની બેન ઠાકોર સમાજના બંને નેતાઓ સમાજના મત માટે લાગણીશીલ બનીને મત માંગી રહ્યા છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરે કાલે સમાજના મત મેળવવા નિવેદન આપ્યું હતું. ત્યારે હવે ગેનીબેને પણ આજે સમાજ પાસે મતની માંગ કરી છે.

સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજ પાસે મત આપવા શું વિનંતી કરી હતી?

ઠાકોર સમાજ પાસે સ્વરૂપજી ઠાકોરે મતની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ જયારે જો બધાનું વિચારતી હોય તો તમે પણ ભાજપને મત આપશો, જો ભાજપ અઢારેય આલમનું વિચારે છે, તો આપણે પણ તેના પર ભરોસો મુકવો જોઈએ. અને જે પાઘડી આજે તમે મને પહેરાવી છે. તે પાઘડીની લાજ હવે સમાજે રાખવાની છે. હું તો તમારી સામે આ પાઘડી નમાવી અને કહું છું કે આ પાઘડીની લાજ હવે તમારે રાખવાની છે.

ગેનીબેને ઠાકોર સમાજ પાસે મત આપવા શું વિનંતી કરી?

ગેનીબેન પણ સમાજના મત માટે હવે, પોતાની શાખ બચાવવા હવે સમાજ પાસે મત માંગી રહ્યાં છે. અને કહ્યું કે ગેનીબેન કોલર ઊંચો કરીને ભાભરની બઝારમાં નીકળે એવી પાઘડીની આબરૂ રાખજો.વાવ બેઠક જીતવી હવે બંને નેતાઓ માટે હવે શાખ સમાન બની ગઈ છે. હવે બંને નેતાઓ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : ધનતેરસના દિવસે રાજસ્થાનમાં દુ:ખદ અકસ્માત, 7 લોકોના મોત, 36 થી વધુ ઘાયલ

Read More

Trending Video