Vav By Election : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી 13 નવેમ્બરના રોજ યોજાવાની છે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં હવે બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. એટલે કે વાવ વિધાનસભા બેઠક પર 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા હતા. જેમાંથી આજે 8 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે. સાથે જ 30 ઓક્ટોબર ઉમેદવારી રદ્દ કરવાની છેલ્લી તારીખ છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ચકાસણીનો છેલ્લો દિવસ હતો. ત્યારે આજે તમામ 27 ઉમેદવારી ફોર્મ ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. અને 8 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. સુઇગામ પ્રાંત કચેરી ખાતે આજે ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતના ફોર્મ રદ કરવાના વાંધાઓ પણ ગેરવ્યાજબી છે. સ્વરૂપજી ઠાકોર અને સ્વરૂપજી પરમાર નામના વ્યક્તિ એક જ છે તેવું સ્વરૂપજીએ સોગંધનામું કર્યું છે અને કોઈ તેમના ગામના વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો નથી. ગુલાબસિંહ રાજપુતે મતદાર પ્રમાણપત્ર થરાદનું રજૂ કર્યું છે જે તેમને વાવ વિધાનસભાનું કરવાનું હતું પણ તેમનું આ બાબતે ફોર્મ રદ કરવાની કોઈ જ ગાઈડલાઈન નથી. તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓનો હુમલો, સેના પર ફાયરિંગ; જવાબી કાર્યવાહીમાં ત્રણ માર્યા ગયા