Vav By election: વાવમાં ભાજપે મોટા નેતાઓને ઉતાર્યા મેદાને, જાણો જીત માટેની ભાજપની શું છે નવી રણનીતિ

November 4, 2024

Vav By election: વાવ બેઠકની પેટા ચૂંટણી (Vav by-elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ (BJP)  અને કોંગ્રેસ (Congress) પોત  પોતાના ઉમેદવારોને જીતાડવા માટે બંન્ને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તેવામાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના બળવાખોળ નેતા માવજી પટેલએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને જોરશોરશી પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને જે રીતે સમર્થન મળી રહ્યું છે તેના કારણે ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધી છે. તેવામાં આ ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે હવે રણનિતી ઘડવાની શરુ કરી દીધી છે ભાજપે વાવમાં જીત માટે હવે પક્ષના મોટા નેતાઓને મેદાને આવ્યા છે ગઈ કાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી વાવમાં મતદારો વચ્ચે પહોંચ્યા હતા અને મતદારોને રિઝવવા માટે પ્રયાસ કર્યા હતા. ત્યારે બીજી તરફ ભાભરમાં ભાજપના નેતાઓ,હોદેદારો અને કાર્યકર્તાઓની બંધ બારણે બેઠક યોજાઇ હતી.

વાવમાં ભાજપના નેતાઓની બંધ બારણે બેઠક

જાણકારી મુજબ વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાભરમાં ભાજપના નેતાઓ,હોદેદારો અને કાર્યકર્તાઓની બંધ બારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપના મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી બચુભાઇ ખવાડ,મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા અને ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને જિલ્લાના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા ભાજપના હોદેદારોને વાવ વિધાનસભાની 8 જિલ્લા પંચાયતની સીટો અને 321 બુથોની જવાબદારી સોપાઈ હતી.આમ વાવ વિધાનસભાની સીટ જીતવા માટે ભાજપે બુથ વાઇઝ માઈક્રો પ્લાનિંગ કર્યું હતું.

 આવતી કાલે મુખ્યમંત્રી  પણ આવશે વાવમાં

મહત્વનું છે કે,  વાવ બેઠક પોતાને નામ કરવા માટે ભાજપ કોઈ કસર છોડવા માંગતુ નથી. માવજી પટેલ અને કોંગ્રેસ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને જીતના દાવાઓ કરી રહ્યા છે તેવામાં સ્વરુપજી ઠાકોરને જીતાડવા માટે ભાજપે વાવમાં પક્ષના મોટા નેતાઓની ફોજ ઉતારી છે આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  પણ આવવાના છે અને તેઓ પણ સ્વરુપજી ઠાકોર માટે મત માંગશે ત્યારે આ ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે તો પરિણામ આવે ત્યારે જ ખબર પડશે.

આ પણ વાંચો : યુપી, પંજાબ અને કેરળમાં પેટાચૂંટણીની તારીખ બદલાઈ , જુઓ હવે ક્યારે યોજાશે ચૂંટણી

Read More

Trending Video