Vav by election: વાવ પેટા ચૂંટણીને (Vav by-election) લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય માવજી પટેલે (Mavji patel) આ બંન્ને પક્ષનું ટેન્શન વધાર્યું છે. ટિકિટ ન મળવાથી ભાજપથી નારાજ માવજી પટેલે એપક્ષ ઉમેદવારી નોંધાવી છે માવજી પટેલ ભાજપના કદાવર નેતા કહેવાય છે જેથી ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જેથી માવજી પટેલ પોતાનું ફોર્મ પરત ખેંચે તે માટે ભાજપના નેતાઓ દ્વારા માવજી પટેલને મનાવવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ તેઓ માનવાના મૂડમાં નથી. તેવામાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેની મુશ્કેલીમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ વાવ પેટાચૂંટણીને લઈને ભાભર ખાતે ચૌધરી પટેલ સમાજની જાહેરસભા મળી હતી.આ સભામાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ હાજર રહ્યા હતા.ત્યારે ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ટેકો જાહેર કર્યો છે.
ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ટેકો જાહેર કર્યો
મળતી માહિતી મુજબ ગઈ કાલે માવજી પટેલને સમર્થન આપવા માટે ભાભર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વાવના અપક્ષ ઉમેદવાર જામા પટેલે પણ માવજીને સમર્થન આપ્યું હતું. ત્યારે હવે ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને સમર્થન જાહેર કરતા ભાજપનું ટેન્શન વધ્યું છે. વાવ વિધાનસભામાં ચૌધરી પટેલ સમાજના 50 હજાર જેટલા મતદારો છે.
માવજી પટેલે કર્યો જીતનો હુંકાર
આ સભામાં માવજી પટેલે જણાવ્યું હતુ કે, સૌ કોઈની માગણી હતી કે માવજીભાઈને ટિકિટ મળે. પાર્ટીને જે ગમ્યું હશે તે નિર્ણય કર્યો હશે. લોકોની લાગણી હતી કે,હું ઊભો રહું. હું પ્રજાની લાગણી સંતોષવા માટે ઊભો છું. ભાજપનું કોઈ પ્રેશર ન નડે.
આ પણ વાંચો : સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, 2 કરોડ રૂપિયાની કરી માંગણી