vav by election : બનાસકાંઠા જિલ્લાની હાઇપ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત (Gulabsinh Rajput)અને ભાજપે સ્વરુપજી ઠાકોરને (Swarupji Thakor) મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી ટિકિટ ન મળવાથી નારાજ માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપનું ટેન્શન વધ્યું છે તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જીત મેળવવા માટે ઉમેદવારો ક્યાંક પોતાની પાઘડી જનતા સમક્ષ રાખીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે તેમજ મતદારોને રિઝવવા માટે અવનવા પેતરા અજમાવતા જોવા મળી રહ્યા છે તેવામાં ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર હવે જીત મેળવવા માટે ભુવાજી પાસે ગયા હોવાની વિગતો સામે આવી છે.
સ્વરૂપજી ઠાકોર જીતવા માટે ભુવાજી પાસે દાણા જોવડાવા ગયા
મળતી માહિતી મુજબ સ્વરુપજી ઠાકોર બેડા ગામે જોગણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા. આ દરમિયાન આ વખતની પેટા ચૂંટણીમાં તેમની જીત થશે કે કેમ તે અંગે સ્વરુપજી ઠાકોરએ ભુવા પાસે દાણા પણ જોવડાવ્યા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પણ ફોટા પોસ્ટ કર્યા હતા. જે બાદ લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કહેવામા આવી રહ્યુ છે કે, 2022 માં તેમને ગેનીબેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ વખતની ચૂંટણીમાં હાર ન મળે તે માટે ભુવાજી પાસે ગયા. મહત્વનુ છે કે, આપણે અગાઉ પણ જોયું હતુ કે, ચૂંટણીમાં ઉમેદવારો ભુવાજી પાસે જતા હોય છે અને ધુણતા હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની ઘટના સામે આવી છે.
શું ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરને પોતાના પર વિશ્વાસ નથી ?
ત્યારે સ્વરુપજી ઠાકોર ભુવાજી પાસે જતા સવાલ તે થઈ રહ્યા છે કે, શું સ્વરુપજી ઠાકોરને પોતાના પર વિશ્વાસ નથી કે તેઓ જીતશે, તેમને કેમ ભુવા પાસે જવાની જરુર પડી. એક તરફ ભાજપ સરકાર અંધશ્રધ્ધામાંથી લોકો બહાર આવે તે માટે પ્રયાસ કરી રહ્યુ છે જે અંતર્ગત સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવી છે ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવી રહ્યા. આ દર્શાવે છે ભાજપના ઉમેદવાર સ્વરુજી ઠાકોરને તેઓ જીતશે કે નહીં તે અંગે શંકા છે જેથી તેઓ ભુવાના શરણે પહોંચ્યા હતા. જો કે, ભુવાની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે સ્વરુપજીને ચૂંટણીમાં ખબર પડી જશે.
આ પણ વાંચો : Uttarpradesh : ANI ના પત્રકાર દિલીપ સૈની અને ભાજપ નેતા શાહિદ ખાન ઉપર જીવલેણ હુમલો, દિલીપ સૈનીનું મોત