Vav By Election : ગુજરાતમાં અત્યારે સૌથી રસપ્રદ કોઈ ચર્ચા હોય તો એ વાવ બેઠક પરની પેટાચૂંટણીની છે. વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. પરંતુ હવે આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે વાવના પત્તા ખુલશે અને ખબર પડશે કે ક્યાં ઉમેદવારે આ બેઠક પર બાજી મારી છે. વાવ વિધાનસભા બેઠક પર અત્યારે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. અને આ બેઠક પરના ત્રિપાંખિયા જંગમાં જીત કોની થશે એ તો આવતીકાલના પરિણામ નક્કી કરશે. પરંતુ તે પહેલા જ બનાસકાંઠામાં ભુવાજી ધુણ્યા છે અને કહી દીધું છે કે કોણ જીતશે આ બેઠક પર.
વાવ બેઠક પર કોણ જીતશે તેની ભુવાએ ભવિષ્યવાણી કરી
વાવ વિધાનસભા બેઠક પર આવતીકાલે ચૂંટણી પરિણામ આવવાનું છે. ત્યારે હવે આ બેઠકને લઈને કોઈને કોઈ ચર્ચાઓ ચાલતી રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા એક મારવાડી ભુવાજી ધુણ્યા હતા. અને તેમણે માવજી પટેલની જીતની આગાહી કરી હતી. અને બીજી તરફ આજે ફરી એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ભુવાજી ધૂણી રહ્યા છે. અને ધુણતા ધુણતા તેમણે ભવિષ્યવાણી કરી કે, આ વખતે ગુલાબસિંહ જ જીતશે. ત્યારે હવે વાવમાં ક્યાં ભુવાજીની ભવિષ્યવાણી સાચી પડે છે તે તો આવતીકાલે જ ખબર પડશે.
આ પણ વાંચો : Khyati Hospital : ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો, CEO અને માર્કેટિંગ મેનેજર સામે તપાસ શરૂ