Vav By Election : વાવ બેઠક પર પેટાચૂંટણી પહેલા પ્રચાર પડઘમ શાંત પડ્યા, આચારસંહિતા લાગુ થતા હવે ઉમેદવારો નહિ કરી શકે પ્રચાર

November 11, 2024

Vav By Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીની અંતિમ ઘડીઓ ગણાય રહી છે. આ બેઠક પર અત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. અત્યારસુધી દરેક પક્ષે તેમના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું છે. દરેક પક્ષે મતદારોને રીઝવવા મરણિયા પ્રયાસ કર્યા છે. ત્યારે હવે આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. અત્યારે વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતા ઉમેદવારો પ્રચાર કરી શકશે નહિ. હવે 13 નવેમ્બરે જનતા નક્કી કરશે કે ક્યા ઉમેદવારને તેમના જનપ્રતિનિધિ તરીકે પસંદ કરે છે. ત્યારે 23 નવેમ્બરે પરિણામ જ નક્કી કરશે કે ક્યાં ઉમેદવારે મતદારોને રિઝાવ્યા છે અને ક્યા ઉમેદવારને લોકોએ નાપસંદ કર્યા તે તો જોવાનું રહ્યું.

Read More

Trending Video