Vav By Election : વાવમાં ગુલાબસિંહનું નામ જાહેર થતા ઠાકરશીના સૂર બદલાયા, કહ્યું, “હું અને કે.પી.ગઢવી તેના સારથી બનીને તેને જિતાડીશુ”

October 25, 2024

Vav By Election : બનાસકાંઠામાં અત્યારે ભારે રસાકસીભર્યો જંગ જામ્યો છે. એક તરફ ભાજપને પોતાનો વટ જાળવવો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે આ વર્ચસ્વની લડાઈ છે. ગેનીબેન ઠાકોર સાંસદ બની જતા આ બેઠક ખાલી થઇ હતી. જે બાદ સતત પેટાચૂંટણીની માંગ કરવામાં આવી હતી. ત્યારે 13 નવેમ્બરે વાવ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આજે આ બેઠક પરથી ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર થઇ ગયું છે. હવે આ બંને ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. ત્યારે ગુલાબસિંહે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અને જે બાદ અચાનક ઠાકરશી રબારીના સૂર બદલાય હતા.

ઠાકરશી રબારીના કેમ ફરી સુર બદલાયા ?

ઠાકરશીએ એક કાર્યક્રમ દરમિયાન ગુલાબસિંહને ટિકિટ આપવા મામલે બોલ્યા હતા. જેમાં તેમના સૂર બદલાયેલા લગતા હતા. જે સાથે જ તેમણે કહ્યું કે, જયારે જયારે પણ કોંગ્રેસે ફોર્મ ભર્યું છે. ત્યારે ત્યારે વિજયનો વરઘોડો નીકળ્યો છે. આ સાથે જ હવે હું માં નડેશ્વરીને પ્રાર્થના કરું કે, મારા નાના ભાઈ ગુલાબસિંહને વાવના ધારાસભ્ય તરીકે ચૂંટીને લાવીએ અને તમારા દરેક નાના મોટા પ્રશ્નો છેલ્લા 10 વર્ષમાં ન થયા હોય તેવા છેલ્લા અઢી વર્ષમાં કામ પૂરા થયા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આજથી તમે સૌ પણ ગુલાબ જ છો…ગુલાબસિંહ તો માત્ર નિમિત્ત જ છે પણ આપણે તેમને જીતાડવાના છે. તમે નીકળશો ત્યારે સામે ઘણા કાવા દાવાઓ આવશે પણ આપણે ડગવાનું નથી. આપણે આગળ વધવાનું છે અને વિજયનો વરઘોડો કાઢવાનો છે. અને ગુલાબસિંહને જીતાડવાના છે. સામે પક્ષે ગમે તેવા કાવા દાવા કરે પણ આપણે જેમ રણમેદાનમાં કૃષ્ણ અર્જુનના સારથી બનીને નીકળ્યા હતા. તેમ હું અને કે.પી.ગઢવી તેમના સારથી બનીને નીકળશું.

આ પણ વાંચોVav BJP Candidate : બનાસકાંઠાની વાવ બેઠક પર ભાજપના ઉમેદવારે ભર્યું ફોર્મ, હવે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જામશે જંગ

Read More

Trending Video