Vav By Election : વાવમાં માવજી પટેલના લલકાર્યા બાદ પાટીલ આવ્યા મેદાને, પેટાચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

November 7, 2024

Vav By Election : બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર અત્યારે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે વાવમાં દરેક પક્ષ દ્વારા પ્રચાર પડઘમ શરુ થઇ ગયા છે. વાવમાં જયારે હવે પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ બનાસકાંઠા પહોંચ્યા છે. જે સાથે જ હવે ત્યાં તેઓ જીતનું રણશિંગુ ફૂંકવા મેદાને આવી ગયા છે. ત્યારે માવજી પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને લઇ નિવેદન આપ્યું હતું. અને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેને લઈને આજે સી.આર.પાટીલ ભાભોર ખાતે સભામાં પહોંચ્યા છે.

વાવમાં વટની લડાઈમાં ઉતર્યા સી.આર.પાટીલ

વાવમાં અત્યારે ભાજપ માટે પોતાનો વટ સાચવવાની લડાઈ છે. મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે મતદારોને પ્રભાવિત કરવા પાટીલ ખુદ મેદાને ઉતર્યા છે. અને આ મામલે તેમણે કહ્યું કે, આજે વાવ બેઠક પર ચૂંટણીને લઈને પ્રમુખ, ઉપપ્રમુખ, અને પ્રભારી સાથે આજે બેઠક કરી હતી. વાવ બેઠક પર ત્રિપાંખિયો હોય કે ચૉપાંખિયો જંગ હોય જીત તો માત્ર ભાજપની જ છે. પહેલા ભલે ભાજપ હાર્યું હોય પણ આ વખતે જીત તો ભાજપની જ છે. વાવ બેઠકને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જીતનો દાવો કર્યો છે.

આ પણ વાંચોJamsaheb Health : જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત નાદુરસ્ત, શુભચિંતકો માટે પાઠવ્યો સંદેશ

Read More

Trending Video