Vav By Election : બનાસકાંઠાની વાવ બેઠક પર નવો રાજકીય ડ્રામા શરુ, ઠાકરશી રબારી શું વાવ બેઠક પરથી ભરશે ફોર્મ ?

October 25, 2024

Vav By Election : ગુજરાતના બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર આજે ઉમેદવારી ભારવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ મામલે કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ અને નારાજગી સામે આવી છે. આ બેઠક માટે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીના નામ કોંગ્રેસમાંથી સૌથી વધુ રાજકીય ચર્ચાનો વિષય રહ્યા હતા. પરંતુ જે રીતે ગુલાબસિંહ રાજપુતનું નામ સતત ચર્ચામાં રહેતા હવે ઠાકરશી રબારીની નારાજગી ક્યાંક જાહેરમાં સામે આવી છે.

ગઈકાલે ઠાકરશી રબારીનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ગેનીબેનને ગુલાબનીબેન ગેનીબેન તરીકે સંબોધિત કરતા હોય તેવું જોવા મળ્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ ખુબ મોટા પાયે રાજકીય ચર્ચાઓ શરુ થઇ અને ઠાકરશી રબારીને મનાવવા ગુલાબસિંહ રાજપૂત પહોંચી ગયા હતા. જે બાદ સામે આવ્યું કે ઠાકરશી અને ગુલાબસિંહ વચ્ચે આંતરિક નારાજગીનો અંત આવ્યો છે. પરંતુ જયારે માવડી મંડળે ઉમેદવારી ફોર્મ ભરવા 4 લોકોના નામ નક્કી કર્યા ત્યારે ઠાકરશી રબારીએ ફરી નારાજગીના સૂર વ્યક્ત કર્યા અને ફોર્મ ભરવાની ના પડી દીધી છે.

આ મામલે ઠાકરશી રબારીએ શું કહ્યું ?

ગઈકાલે ઠાકરશી રબારીની નારાજગી વચ્ચે તેમની તબિયત લથડવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તે જ દરમિયાન મવડી મંડળ દ્વારા 4 ઉમેદવારોને આજે ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ 3 વાગ્યે મેન્ડેટ આવશે ત્યારે ઉમેદવારનું નામ સામે આવશે. જેને લઈને હવે ઠાકરશી રબારીએ કહ્યું કે, મવડી મંડળે મને ફોર્મ ભરવાનું કહ્યું છે. પરંતુ છેલ્લા 2 મહિના પહેલા જ જો ઉમેદવારનું નામ નક્કી હોય તો મારે આ પ્રકારના નાટક કરવાની કઈ જ જરૂર નથી. અને જે ઉમેદવાર હશે તેનો હું સારથી બનીને કામ કરીશ. તેથી જ હવે આ વાત તો સત્ય છે કે એક ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસે ઘણા લોકોને નારાજ કર્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યાં ઉમેદવારનું નામ આજે નક્કી થાય છે.

આ પણ વાંચોGeniben Thakor : વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં, ગેનીબેન ઠાકોરે આ મામલે શું કહ્યું જાણો

Read More

Trending Video