Vav assembly election 2024: નારાજ Mavji Patel ને લઈને BJP નેતાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

October 27, 2024

Vav assembly election 2024: વાવ બેઠકની પેટાચૂંટણીને (Vav assembly election) લઈને હાલ રાજકારણમાં (Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વાવ બેઠક પર પહેલા માત્ર ભાજપ (BJP) અને કોંગ્રેસના (congress) ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા. પરંતુ બાદમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને (Gulab Singh Rajput) મેદાને ઉતારતા તેની સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને (Swaroopji Thakor) મેદાને ઉતાર્યા હતા ત્યારે ભાજપમાં ટકિટ ન મળવાથી નારાજ માવજી પટેલ (Mavji Patel) અને જામા ચૌધરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના કારણે ભાજપનું ટેન્શન વધ્યું છે.

ભાજપની માવજી પટેલને મનાવવા માટે મથામણ!

વાવ બેઠક પર ભાજપથી નારાજ માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ દ્વારા માવજી પટેલને મનાવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે ભાજપના કેટલાક નેતાઓએ માવજી પટેલ સાથે બેઠક કરીને તેમને મનાવવા માટેના પ્રયાસ પણ કર્યા હતા પરંતું માવજી પટેલ ફોર્મ પાછું ખેંચવા માટે તૈયાર થયા ન હતા. ત્યારે ગતરોજ મોડી સાંજે થરાદ ખાતે આવેલી માવજી પટેલની શૈક્ષણિક સંસ્થામાં બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને ભાજપના આગેવાનો વસંત પુરોહિત સાથે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોવા મળ્યા હતા જેથી માવજી પટેલને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ પ્રદેશ પ્રવક્તા પ્રજ્ઞેશ દવેએ (Pragnesh Dave) માવજી પટેલની નારાજગીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

માવજી પટેલને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા પ્રજ્ઞેશ દવેનું નિવેદન

પ્રજ્ઞેશ દવેએ જણાવ્યું હતુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે જે દેશનો વિકાસ કર્યો છે તે મુદ્દા પર ભાજપ વાવ બેઠક ચૂંટણી લડશે. ભાજપના ઉમેદવાર સો ટકા જીતશે તેવો અમને વિશ્વાસ છે. વધુમાં તેમણે માવજી પટેલના અપક્ષ ઉમેદવારી નોંધાવવા પર કહ્યુ કે, તેઓ ભાજપના નેતા છે અને ભાજપ પાર્ટીનું નેતૃત્વ તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેઓ ભાજપમાં શિસ્તબદ્ધ રીતે રહ્યા છે અને મને લાગે છે કે, તેઓ રહેશે. વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ પાર્ટીમાં દબાવની રાજનિતી રહી નથી તે કોંગ્રેસ અને બીજી પાર્ટીમાં હોઈ શકે છે. ભાજપના નેતાઓ માત્રને માત્ર બાજપને જીતાડવા માટે પ્રયાસ કરતા હોય છે. તેઓ ભાજપના કાર્યકર્તા છે અને રહેશે તેવો મને વિશ્વાસ છે.

જામા ચૌધરીએ પણ કર્યો છે બળવો

વધુમાં ભાજપે ઠાકોર સમાજને ટિકિટ આપતા ચૌધરી સમાજ નારાજ થયો છે અને જામા ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેને લઈને પ્રજ્ઞેશ દવેએ જણાવ્યુ કે, ભાજપ સૌનો સાથ અને સૌનો વિકાસની રાજનિતી કરે છે. પક્ષમાં કોઈ ઠાકોર ઉમેદવાર કે ચૌધરી ઉમેદવાર નથી હોતો તે માત્રને માત્ર પક્ષનો ઉમેદવાર હોય છે. અને પક્ષના લોકો પણ પક્ષને જોઈને મત આપે છે અને જનતા પણ પક્ષને જોઈને જ મત આપતી હોય છે.

આ પણ વાંચો :  Bandra Terminus Stampede: મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, 9 મુસાફરો ઘાયલ, 2ની હાલત ગંભીર

Read More

Trending Video