Vav Assembly By Election: ગુજરાતમાં હાલ વાવ (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. અને તેને જીતવા માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ સતત ચર્ચામાં છે. જેના કારણે હવે એ ક્યાંક ઠાકરશી રબારીને ક્યાંક કંઈક પેટમાં દુખ્યું હોય તેવું લાગ્યું છે. કારણ કે આજે એક વિડીયો તેમનો સતત વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ગેનીબેનને ગુલાબની બેન ગેનીબેન તરીકે સંબોધિત કરતા હોય તેવો વિડીયો આજે સામે આવ્યો હતો. આ નિવેદન પછી ઠાકરશી રબારીની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યારે તેમને મનાવવા કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવી હોસ્પિટલ પહોંચ્યા હતા, અને આ મામલો થાળે પાડવામાં આવ્યો છે.
ઠાકરશી રબારી સાથે નિર્ભય ન્યુઝની ખાસ વાચચીત
આ જ મામલે આજે ઠાકરશી રબારી સાથે નિર્ભય ન્યુઝની વાતચીતમાં તેમણે આ મામલે સ્પષ્ટતા કરી હતી. ઠાકરશી રબારી તેમના નિવેદને અત્યારે રાજકારણ ગરમાયુ છે. જે તેમણે કહ્યું હતું કે, ગુલાબની બેન ગેનીબેન વાળા નિવેદન પર તેમણે કહ્યું કે, ગેનીબનને પહેલાથી જ ઘણા બિરુદ મળ્યા છે. ત્યારે આ એક નવું બિરુદ અને તેનાથી બેનના સમર્થકોને કારણે વધારે વોટ મળે તેના કારણે. તેનાથી તેમનું નામ જ થઇ રહ્યું છે. હું તો કૃષ્ણભક્ત છું અને કૃષ્ણને વાંચું છું એટલે મને ગુલાબસિંહભાઈ સાથે કોઈ જ વાંધો નથી.
ગુલાબસિંહને લઈને ઠાકરશીનું નિવેદન
વધુમાં તેમણે કહ્યું કે,અમે માલધારી સમાજ વફાદારીમાં માનીએ છીએ. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા અમારા નેતા છે, પક્ષની વિચારધાર માં હું માનું છું. મારા માટે કોંગ્રેસ પાર્ટી મહત્વની છે. મને ટિકિટ નહીં મળે તો પણ કોઈ બીજા પક્ષમાં નહીં જોડાવું. સાથે જ લોકસભા માં વાવ માંથી કેમ ઓછા માટે મળ્યા, તેના વિષે કહ્યું કે, અમે બીજી જગ્યા પર વધારે ધ્યાન આપ્યું,પણ વાવ, ભાભર અને સુઈગામમાં વધારે મિટિંગ ન કરી, તેટલા માટે અમને, મત ઓછા મળ્યા હતા. અને આ ચૂંટણીમાં પણ અમે ધીરે ધીરે હુકમના એક્કા ખોલશું, અને વાવ ની બેઠક જીતશું.ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપુતને ટિકિટ મળે તો તમે આગળ શું કરશો, ત્યારે કહ્યું કે જે રીતના અર્જુનના સારથી કૃષ્ણ ભગવાન હતા.તેમ ગુલાબસિંહ રાજપૂતનો સારથી બનીને હું કામ કરીશ, અને ગુલાબસિંહને વાવ બેઠકમાંથી જીત અપાવીશ, અને ચૂંટણીમાં તેમના સારથી બનીને કામ કરીશ.
આ પણ વાંચો : Vav Assembly By Election :ઠાકરશી રબારીની તબિયત લથડી, ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવી પહોંચ્યા હોસ્પિટલ