Vav Assembly By Election: ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો (Geniben thakor) ગઢ ગણાય છે. જેથી ગેનીબેનની નજીકના ગણતા ગુલાબસિંહ રાજપુતને (Gulabsinh Rajput) ઉમેદવાર જાહેર કરે છે તેવું ચર્ચાઈ રહ્યુ હતુ. ત્યારે આ સમાચાર સામે આવતા જ કોંગ્રેસમાં નારાજગીના સુર ઉઠ્યા હતા. આ બેઠકના મજબુત દાવેદાર ઠાકરશી રબારીએ ગુલાબસિંહનું નામ ફાઈનલ થયુ હોવાનું ચર્ચાતા ઠાકરશી રબારીએ ગેનીબેન પર કટાક્ષ કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી બનાસના બહેન અને ગુલાબના બહેન ગેનીબેન કહીને ટોણો માર્યો હતો. જે બાદ ઠાકરસી રબારીની તબિયત લથડતા ઠાકરસીને થરાદની એક ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા આ દરમિયાન હોસ્પિટલમાં કોંગ્રેસના ત્રણેય નેતાઓની ખાનગી બેઠક પણ મળી હતી. ગુલાબસિંહ રાજપૂત , કે પી ગઢવી ઠાકરસિહને મનાવવા પહોંચ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે કહેવામાં આવી રહ્યુ છે કે, તેઓએ ઠાકરસિંહને મનાવી પણ લીધા છે.
ગુલાબસિંહ અને ગેનીબેન સામેની નારાજગીને લઈને ઠાકરશીએ કરી સ્પષ્ટતા
ઠાકરસિંહને જ્યારે પોતાના નિવેદન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને પોતાના નિવેદનને ફેરવી તોળ્યુ હતુ અને કહ્યુ હતુ કે, મે કટા7માં નહોતી કીધુ પરંતુ મેં એમ જ કહ્યુ હતું. હુ ગુલાબસિંહના ફાયદા માટે બોલું છે, કોંગ્રેસમાંથી ઘણા બધાએ ટિકિટ માંગી છે પરંતુ પાર્ટી જેને ટિકિટ આપે તે ખરું. માલધારી સમાજ લડી પણ શકે અને જીતી પણ શકે એટલે મે બધાને કહ્યું છે.
ગુલાબસિંહ રાજપૂતએ ઠાકરશીને લઈને શું કહ્યું ?
આ મામલે ગુલાબસિંહે કહ્યું કે, ઠાકરશી ભાઈને તાવ આવતો હોવાથી સારવાર માટે અહીં આવ્યા હતા. અમે બધા એક જ છીએ .
શું ઉમેદવાર જાહેર થયા બાદ પણ કોંગ્રેસમાં હમ સાથ સાથ હૈ જેવું રહેશે ?
આમ ઠાકરશીએ જે નિવેદન આપ્યું તેના પરથી લાગે છે કે, ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવીએ મળીને ઠાકરસીને મનાવી લીધા છે જેથી તેમને પોતાના નિવેદનને ફેરવી તોળ્યું છે અને હમ સાથ સાથ હોવાની વાત કરી રહ્યા છે પરંતુ આવતી કાલે જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરે તે બાદ શુ સ્થિતિ રહેશે તે જોવું રહ્યું.. .
આ પણ વાંચો : તહેવારોને લઈને રેલવે સાત હજાર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, કેન્દ્ર સરકારે રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી