Vav Assembly By Election: બનાસકાંઠાની (banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાન બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) તેમજ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ (Mavji patel) પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરિણામ પહેલા વાવમાં કોંગ્રેસમાં ફરી એક વાર નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. ઠાકરશી રબારીએ રબારી સમાજના સંમેલનમાં સત્તાની ચાલ રાવણ પાસે શીખવા અપીલ કરી હતી.
ઠાકરશી રબારીએ ફરી એક વખત કર્યો કોંગ્રેસ પર કટાક્ષ
મળતી માહિતી મુજબ ધાનેરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમૂહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આ સંમેલનમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ રબારીએ કટાક્ષ કરતા કહ્યું કે, રાવણની રાજનિતી વાંચજો , રાવણને માર્યા પછી રામે લક્ષ્મણે કહ્યુ હતુ કે, રાજનીતિ રાવણ પાસેથી શીખવી પડે, જો હુ રામના હાથે ના મરુ તો સર્વમાં ના જવ એટલા માટે મે આ કર્યુ હતુ પરંતુ વિભીષણને રામ પાસે ન મોકલ્યો હોત તો લંકાની ગાદી પર રામ રાજ કરતા હોત. એટલા માટે
રાવણની રાજનીતિ હતી કે મારા મોત બાદ લંકાની ગાદી પર વિભીષણ બેસે.જેના કારણે મે વિભીષણને મોકલ્યો હતો. સત્તાની વાત આવે તો બધા રાવણની જેમ વિચારજો.સત્તાની વાત આવે તો બધી જગ્યાએ આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દેજો’
પોતાના નિવેદનને લઈને ઠાકરસીએ કરી સ્પષ્ટતા
ત્યારે પોતાના આ નિવેદનને લઇને ઠાકશી રબારીએ મીડીયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું કે, અત્યારના સમયમાં એક નવુ સુત્ર આવ્યુ છે બટોગે તો કટોગે તો મે રાવણની રાજનિતી વાંચી તો મે જોયુ કે, ચાર પાંચ મુદ્દા રામે લક્ષ્મણને કહ્યા. ક્યાંકને ક્યાંક સમાજમાં રાજકીય ખેંચ હોય પરંતુ સમાજને નુકસાન પહોંચે તેવું ના થાય એટલા માટે મેં કહ્યુ કે, રાવણ એટલા હોંશીયાર હતા તેમને ખબર હતી કે મારે રામના હાથે મરવાનું છે એટલે મારા મર્યા પછી સત્તા રામ લઈ લેશે એટલા માટે વિભીણને રામ પાસે મોકલી દીધા અને લક્ષ્મણને કહ્યુ કે, મને ખબર જ હતી કે મારે મરવાનું છે પરંતુ મારા મર્યા પછી મારી ગાદી પર મારો ભાઈ બેસે એટલે મારા ભાઈને ત્યાં મોકલ્યો હતો એટલ તેના પરથી બધાને શીખવું જોઈએ કે, સમાજને કઈ દિશામાં લઈ જવો છે.
ઠાકરસીએ અગાઉ પણ વ્યક્ત કરી હતી નારાજગી
ઉલ્લેખનીય છે કે, વાવની પેટાચૂંટણીમાં ઠાકરશી રબારી દાવેદારોની રેસમાં હતા પરંતુ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપવાની વાત સામે આવતા જ ઠાકરશી રબારીએ જાહેર મંચ પરથી નારાજગી વ્યક્ત ગેનીબેન પર કટાક્ષ કરતા કહ્યુ હતુ , ગુલાબની બહેન ગેનીબેન ત્યારે આ નિવેદન ખુબ ચર્ચામાં આવ્યુ હતુ પરંતુ ત્યારે કોંગ્રેસે ઠાકરશી રબારીને મનાવી લીધા હતા ત્યારે ફરી એક વાર તેમને કટાક્ષ કરતુ નિવેદન આપ્યુ છે જે પણ ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો : Ahmedabad:બોપલની ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં ભીષણ આગ, એક મહિલાનું મોત, 22 લોકો સારવાર હેઠળ