Vav by election: આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav assembly by election) યોજાવાની છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને અપક્ષ ઉમેદવાર કામે લાગી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાવાનો છે. ટિકિટ ન મળતાં ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ગઈ કાલે વાવના આકોલી ખાતે માવજી પટેલના સમર્થનમાં જાહેર જન આશીર્વાદ સભા યોજાઈ હતી જેમાં ચૌધરી પટેલ સમાજે માવજી પટેલને સમર્થન જાહેર કર્યું હતું. આ દરમિયાન માવજી પટેલે પણ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
જાહેર સભામાં માવજી પટેલનું નિવેદન
માવજી પટેલે સભામાં સમર્થન આપવા માટે અપીલ કરતા જણાવ્યું કે, આકોલી ગામે 33 ગામોની સભા રાખવાનું આયોજન કર્યું છે તેમનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે જણાવ્યુ કે, આ ચૂંટણી નથી આ યુદ્ધ છે. આ સરકાર સાથેની લડાઈ છે. આ મા ભારતનું યુદ્ધ છે. આ પાટીલનો પાવર ઉતારવાનું યુદ્ધ છે. એમના મનમા એમ છે કે મારી પ્રજા ભુલાવશે, મેન્ડડ તેમની પાસે નથી મારા છેવાડે બેઠેલા મારા ભાઈ પાસે છે આ પાવર તેમને બતાવાનો છે. ઈશ્વરભાઈએ પણ ટકિટની માંગણી કરી હતી. એક કલાકથી ઉભા હતા તેઓ સાંભળતા નહોતા, અમે પાટીલને ઉભા રાખીને કાગળીયા પકડાયા અને ઈશ્વરે કીધુ કે, માવજી પટેલને ટિકિટ આપો.
માવજી પટેલના સીઆર આર પાટીલ પર પ્રહાર
રત્નાકરજી એક મોટો માણસ છે તેને મુક્યો છે રત્નારકરજી એટલે ભગવાન, ટિકિટ પાટીલ અને રત્નાકરના હાથમાં. અમે કહ્યું કે, અમે આખી જીંદગી લડ્યા છીએ અમને કોઈ સમાજ સામે વાંધો નથી. ખેમજી ભાઈ ટકિટિ આપવાની માંગ કરી હતી. અમે કહ્યું હતુ કે, ટિકિટ એવા વ્યક્તિને આપો જે અમારા ત્રણ તાલુકાને સાચવી શકે. અમારા ભાઈ અમીરામ લડ્યા. તો કીધુ કે વોટ ઓછા પડે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, એક સીટ આવે ના આવે તો ભાજપને ફરક પડતો નથી કારણ કે 162 છે વજન વધી ગયું છે ઉપર, બાપુ વાળી થાય તો મને ખબર નથી. અગાઉ હજુરીયા ખજુરીયા થયા હતા. કારણ કે, કેટલા દિવસ છુપાવીને બેસે માવજી પટેલ ઘણા તૈયાર થશે.
સ્વરુપજી ઠોકરને ટિકિટ આપવા પર માવજી પટેલે શું કહ્યું ?
તમારી પાસે સુવર્ણ પળ આવી છે. મે નતો સત્તા માટે આ કર્યું છે.આ સત્ય અને અસત્યની લડાઈ છે આ હક્કની લડાઈ છે. દરેકને મદદ કરી છે. અમે કોંગ્રેસને પણ જીતાડ્યા હતા પરંતુ બોલીને ફરી ગયા ત્યાં વાંધો પડ્યો. રાજપૂત સમાજમાં ઘણા બધા છે પરંતુ સાત વખત એક ઘરમાં ટિકિટ ગઈ પાંચ વર્ષમાં ત્રણ વાર એક વ્યક્તિને ટિકિટ આપી. એટલા માટે લોકોને રીસ ચઢે છે. દરેક સમાજને લડવાનો અધિકારી છે. પહેલા સ્વરુપજી હાર્યા હતા તો આ વખતે બીજા કોઈને આપવી હતી. જે પરિસ્થિતિ થઈ તે પ્રમાણે અમારે આ કરવું પડ્યું , બાકી અમારે સરકાર સામે પડવાની શું જરુર હતી. પણ કોઈ ઉપાય ન હતો એટલા માટે આ હિંમત કરવી પડી છે.
માવજી પટેલે મુખ્યમંત્રી પર સાંધ્યું નિશાન
વધુમા તેમણે એમ પણ જણાવ્યું કે, તમારા ઉમેદવારને હરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી આવતી કાલે વાવમાં આવવાના છે. અને હોમ મિનિસ્ટ પણ આજે અહીં છે. શું તમારી તાકાત છે કે, જેની મુલાકાત પણ નહોતા આપતા તે આજે તમારા આંગણે આંગણે ફરે છે. મેન્ડેડ તમારા હાથમાં છે. આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે. મારુ પહેલું નિશાન ખેડૂત અને બેટ હતુ મને ખબર નહોતી કે મારે બેટનું નિશાન આવશે.
આ પણ વાંચો : ભાજપ જીતશે એવું મહેરબાની કરીને ન વિચારે, ભાજપ ક્યાંય હરીફાઈમાં પણ નથી : ગુલાબસિંહ રાજપૂત