Vav by election: આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav assembly by election) યોજાવાની છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને અપક્ષ ઉમેદવાર કામે લાગી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાવાનો છે. ટિકિટ ન મળતાં ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. તેવામાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે , વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે આ ચૂંટણી ભાજપ ક્યાંય હરીફાઈમાં પણ નથી.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો મોટો દાવો
ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, વાવની ચૂંટણી હાલની તારીખમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. વાવમાં ક્યાંય ભાજપ હરિફાઈમાં જ નથી. તમે જોતા જ હશો એટલે ભાજપ જીતશે એવું વિચારતા હોય તો મહેરબાની કરીને ન વિચારે. તમારો કિંમતી વોટ વેડફાઈ ન જાય તે ખાસ જોજો.
માવજી પટેલને પ્રચંડ જનસમર્થન મળતા ભાજપની મુશ્કેલીમાં વધારો
વાવ પેટાચૂંટણીના પ્રચારનો રંગ હવે જામ્યો છે. વાવ પેટાચૂંટણીને લઈને અત્યારે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે મતદારોની વચ્ચે જઈને ત્રણેય ઉમેદવારો લોકોને મત આપવા માટે રીઝવી રહ્યા છે ત્યારે માવજી પટેલને જે રીતે જનસમર્થન મળી રહ્યું છે તેને જોતા ભાજપ અને કોંગ્રેસ ટેન્શનમાં આવી ગયું છે જો કે કોંગ્રેસ ઉમેદવારે તો દાવો પણ કરી દીધો છે કે ભાજપ આ ચૂંટણી રેસમાંથી જ બહાર નિકળી ગયું છુ પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ અંદરો અંદર બેઠકો કરીને સમાજનું સમર્થન મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : શું નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ મોદી સરકારમાંથી સમર્થન પાછું ખેંચશે? મહારાષ્ટ્રના આ મોટા નેતાએ કર્યો દાવો