વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

October 16, 2024

Vav Assembly by Election 2024: બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ (Vav) પર વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by Election) યોજાવવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી. 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થતા કોંગ્રેસ અને ભાજપ દ્વારા જીતના દાવાઓ કરવામા આવી રહ્યા છે. અત્યાર સુધી આ બેઠક પર માત્ર બે પક્ષ આમને સામને હોય તેવું લાગી રહ્યુ હતુ ત્યારે હવે વાવ બેઠક પર આમ આદમી પાર્ટી પર ઉમેદાવારને ઉતારવાની તૈયારીઓ કરી રહી હોય તેવી વિગતો સામે આવી છે.

વાવ વિધાનસભાની ચૂંટણીમાં ખેલાશે ત્રપાંખીયો જંગ

મળતી માહિતી મુજબ પ્રદેશ નેતા ડો રમેશભાઈ પટેલે જાહેરાત કરી છે કે, વાવ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. રમેશભાઈ પટેલે જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી પુરી તાકાતથી વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું હતુ કે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરીને આમ આદમી પાર્ટી એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડશે. આમ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વચ્ચે ચુંટણી જંગ જામતા આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે.

આમ આદમી પાર્ટીના આવવાથી કોને થશે નુકસાન ?

વાવ બેઠક પર કોંગ્રેસ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીથી જીતી રહી છે ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા એડીચોડીનું જોર લગાવી રહી છે આ બેઠક પર કોંગ્રેસને જીતાડવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર પણ ખુબ મહેનત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકસભામાં હાર મેળવ્યા બાદ ભાજપ આ બેઠક કોઈપણ ભોગે જીતવા માંગે છે. આમ આ બેઠક ભાજપ માટે નાકનો સવાલ છે તો કોંગ્રેસ માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસના મત તૂટે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ભારત અને કેનેડા વચ્ચેના તણાવમાં આવ્યો નવો વળાંક ! જાણો જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની કેનેડામાં આટલી ચર્ચા કેમ થઈ રહી છે?

Read More

Trending Video