Vastu Tips for Salt: મીઠું ઢોળાવું કેમ માનવામાં આવે છે અશુભ, શું ખરેખર કોઈ મોટી આફતનો હોય છે સંકેત?

October 2, 2026

Vastu Tips for Salt: ભારતીય ઘરોમાં રસોડામાં વપરાતા મીઠાનું (નમક) વિશેષ મહત્વ છે. રોજિંદા જીવનમાં આવી કેટલીક નાની-નાની બાબતો અંગે ઘણી માન્યતાઓ પેઢીઓથી ચાલતી આવે છે અને જમીન પર મીઠું ઢોળાવું પણ તેમાંનું એક છે. ઘણીવાર ઘરના વડીલો મીઠું નીચે પડવાને અશુભ સંકેત ગણાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માન્યતા પાછળનું કારણ શું છે? વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં મીઠાને લઈને કેટલીક ખાસ ધારણાઓ દર્શાવવામાં આવી છે. ચાલો જાણીએ કે આ માન્યતા પાછળનું કારણ શું છે અને જો ભૂલથી મીઠું નીચે ઢોળાઈ જાય તો શું કરવું જોઈએ.

સનાતન પરંપરામાં મીઠાનું મહત્વ

સનાતન ધર્મની પરંપરાઓમાં મીઠાને ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. મીઠાનો ઉપયોગ નજર દોષ દૂર કરવાના ઉપાયોમાં બહોળા પ્રમાણમાં થાય છે. આ જ કારણે મીઠાનો બગાડ કરવો કે તેને અજાણતા જમીન પર ઢોળવું યોગ્ય માનવામાં આવતું નથી. આથી જ ઘરના વડીલો પણ હંમેશાં મીઠાને સંભાળીને રાખવાની સલાહ આપે છે.

કયા ગ્રહો સાથે છે મીઠાનો સંબંધ?

વાસ્તુ અને જ્યોતિષ મુજબ મીઠાનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે રહેલો છે. મીઠાનો સફેદ રંગ અને તેનો સ્વાદ આ બંને ગ્રહોની ઊર્જા સાથે જોડાયેલો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વારંવાર મીઠું ઢોળાવવાથી ઘરમાં માનસિક તણાવ, આપસી મતભેદ અને આર્થિક સંકટ જેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જો ઘરમાં વારંવાર આવું થવા લાગે તો તેને શુક્ર અને ચંદ્રના શુભ પ્રભાવો નબળા પડવાના સંકેત તરીકે જોવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં મીઠાનું ઉપયોગ અને ઉપાયો

વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ઘરની નકારાત્મક ઊર્જા સોષી લેતી વસ્તુ માનવામાં આવે છે. આ જ વિશ્વાસના કારણે ઘણા લોકો ઘરના કોઈ ખૂણામાં કાચની બાઉલમાં મીઠું ભરીને રાખતા હોય છે. ઉપરાંત, ઘરમાં કચરા-પોતા કરતી વખતે પાણીમાં થોડું મીઠું ઉમેરવાની પરંપરા પણ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રયોગ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.

ભૂલથી મીઠું નીચે ઢોળાઈ જાય તો શું કરવું?

રસોઈ બનાવતી કે પીરસતી વખતે જો ભૂલથી મીઠું નીચે પડી જાય તો ગભરાવાની જરૂર નથી. આવી ઘટનાઓને લઈને કોઈ પણ નકામો ડર કે ચિંતા ન રાખવી જોઈએ. આ કોઈ મોટા સંકટનો ચોક્કસ સંકેત નથી. માન્યતા અનુસાર, ઢોળાયેલા મીઠા પર પગ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ અને તેને સાવચેતીપૂર્વક એકઠું કરીને સાફ કરી લેવું જોઈએ.

આ પણ વાંચો: Shardiya Navratri 2026: શું છે નવરાત્રિનું ‘ત્રિરાત્ર વ્રત’? માત્ર 3 દિવસના ઉપવાસથી મળશે પૂરા 9 દિવસના વ્રતનું પુણ્ય ફળ!

Read More

Trending Video