Namo Bharat Rapid Rail: ભારતીય રેલવેએ (Indian Railways) વંદે મેટ્રોનું (Vande Metro) નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે વંદે મેટ્રોને “નમો ભારત રેપિડ રેલ” (Namo Bharat Rapid Rail) નામથી ઓળખાશે. આજે પીએમ મોદી દ્વારા વંદે મેટ્રોના ઉદ્ઘાટન પહેલા ટ્રેનનું નામ બદલવામાં આવ્યું હતું. રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરી દીધું છે. દેશમાં ઝડપથી વિકસતી મેટ્રો અને ઝડપી રેલ સેવાઓને ધ્યાનમાં રાખીને આ નવી ઓળખ હેઠળ ભારતની પ્રગતિને વધુ વેગ આપવાની યોજના છે.
ગુજરાતને મળશે પ્રથમ ‘નમો ભારત રેપિડ રેલ’
આ નવી રેપિડ રેલનું ઉદઘાટન ગુજરાતમાં કરવામાં આવશે, જ્યાં વડાપ્રધાન મોદી તેને જનતાને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટનો હેતુ ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં ટ્રાફિકનું દબાણ ઘટાડવાનો અને મુસાફરો માટે ઝડપી, સલામત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નામ પરિવર્તન માત્ર એક બ્રાન્ડિંગ વ્યૂહરચના જ નથી પરંતુ ભાવિ ટેક્નોલોજી આધારિત રેલ નેટવર્ક માટે પણ એક મોટી શરૂઆત છે.
વંદે મેટ્રોનું નામ કેમ બદલાયું?
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની રેલ વ્યવસ્થાને નવી ઓળખ આપવાનો છે. આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે, જે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નવી ઝડપી રેલ સિસ્ટમ મુસાફરોને વધુ સારી સુવિધાઓ અને ઝડપી મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.
પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય
નામ બદલવા છતાં, પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ રહે છે – મુસાફરોને સમયસર અને સલામત મુસાફરી પૂરી પાડવાનો. આ ઝડપી રેલ સેવા ટૂંક સમયમાં અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તરણ કરવામાં આવશે, જેથી સમગ્ર દેશમાં સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી શકાય.‘નમો ભારત રેપિડ રેલ’ પ્રોજેક્ટ આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ વિસ્તારવામાં આવશે. તેમાં અદ્યતન સલામતી સુવિધાઓ હશે, મુસાફરીનો સમય ઓછો હશે અને પર્યાવરણ માટે ઓછી હાનિકારક ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ સાથે રેલ નેટવર્કમાં ડિજિટલ ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે જેથી મુસાફરોને સારી સેવાઓ મળી શકે.
આ પણ વાંચો : PM Modiએ મહાત્મા મંદિર ખાતે Re-Invest 2024 નો શુભારંભ કરાવ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર