Vandalism of BAPS temple: ન્યુયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ

September 17, 2024

Vandalism of BAPS temple: ન્યૂયોર્ક(NEW YORK)ના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર(TEMPLE)ની દિવાલો પર અને મંદિરની બહારના રસ્તા પર મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોન્સ્યુલેટે કહ્યું છે કે અમે અમેરિકન કાયદા અમલીકરણ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ(Vandalism of BAPS temple) અપરાધ કરનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પીએમ મોદી 22 સપ્ટેમ્બરે મેલવિલ નજીક નાસાઉ આવશે.

મેલવિલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં છે. તે 16,000-સીટ નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી આશરે 28 કિલોમીટર દૂર છે. તે જ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે.

 

હિંદુ અમેરિકન ફાઉન્ડેશનની માંગ -હોમલેન્ડ સિક્યોરિટીએ મામલાની તપાસ કરવી જોઈએ.

X પર કહ્યું કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે આ હુમલાની તપાસ કરવી જોઈએ જોઈએ, કારણ કે તાજેતરમાં જ હિંદુ સંસ્થાઓને ધમકીઓ મળી છે અને આ સપ્તાહના અંતમાં નજીકના નાસાઉ કાઉન્ટીમાં ભારતીય સમુદાયનો એક મોટો કાર્યક્રમ યોજાનાર છે.

ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુહાગ શુક્લાએ જણાવ્યું કે, હિંદુ અને ભારતીય સંસ્થાઓને મળેલી ધમકીઓ બાદ આ હુમલાને આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના હેવર્ડના વિજય શેરાવલી મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી વાતો લખી હતી.

ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો પણ લખ્યા હતા. આ સાથે નેવાર્કમાં 23 ડિસેમ્બર 2023ના રોજ સ્વામિનારાયણ મંદિરમાં પણ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા હતા. આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- મેં આ સમાચાર જોયા છે. અમે આ અંગે ચિંતિત છીએ. ભારત બહારના ઉગ્રવાદીઓ અને અલગતાવાદી દળોને જગ્યા ન મળવી જોઈએ. અમે યુએસ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. અમને આશા છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Read More

Trending Video