Valsad : ગુજરાતમાં અવાર નવાર બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા સમય પહેલા વડોદરાનો ગંભીર બ્રિજ તૂટી પડ્યો હતો. અને કેટલાયે લોકોએ જીવ ગુમાવ્યો હતો. થોડા દિવસ પહેલા અમદાવાદનો સુભાષ બ્રિજમાં તિરાડ પડી જતા તેના રિપોર્ટ માટે હાલ તે બંધ કરી દેવામાં આવ્યો છે. અને હવે આજે વલસાડથી એક બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પાડવાની ઘટના સામે આવી છે. આ નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડતા અંદાજે 4 થી 5 શ્રમિકો દટાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ચાર શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વલસાડના કૈલાશ રોડ પર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 થી 5 જેટલા શ્રમિકો દટાયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. જેના પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એક શ્રમિકની શોધખોળ ચાલુ છે.