Valsad : આજથી વલસાડમાં સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરની શરૂઆત થઇ રહી છે. 27 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર વલસાડના ધરમપુર ખાતે યોજાશે. ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી આ ચિંતન શિબિરની શરૂઆત થશે. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે. જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચિંતન શિબિર માટે “ટીમ ગુજરાત” સાથે વંદે ભારત ટ્રેનમાં વલસાડ પહોંચ્યા છે. મુસાફરી દરમિયાન સાથી પ્રવાસીઓ સાથેની કેટલીક હળવી ક્ષણો પણ માણી હતી. અને સામાન્ય મુસાફરોની જેમ જ તેમણે મુસાફરી કરી હતી.
Bhupendra Patel એ ચિંતન શિબિર માટે ટીમ ગુજરાત સાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી વલસાડ પહોંચ્યા#Vandebharat #Bhupendrapatel #Viralvideo #Nirbhaynews #Vandebharattrain pic.twitter.com/ThMfPxDtdj
— Nirbhaynews (@nirbhaynews1) November 27, 2025
આ પણ વાંચો : Bhavnagar માં ગણેશ બારૈયાનું ડોક્ટર બનવાનું સપનું થશે પૂરું, અનેક અડચણો પાર કરીને આખરે હવે જીત્યા લડાઈ