Vadtal Mahotsav : દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનું પધારવા આમંત્રણ પાઠવ્યું

July 8, 2024

Vadtal Mahotsav : વડતાલધામ સ્વામિનારાયણ મંદિર (Vadtal Mahotsav) ખાતે આગામી 7 નવેમ્બર થી 15 નવેમ્બર દરમિયાન દેશ-વિદેશના લાખો સત્સંગીઓની ઉપસ્થિતિમાં ભવ્ય મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આંધ્રપ્રદેશમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આ મહોત્સવનું દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

Vadtal Mahotsav

વડતાલધામના મહોત્સવ (Vadtal Mahotsav)માં ભાગ લેવા દક્ષિણ ભારતના પ્રસિદ્ધ અભિનેતા રજનીકાંતને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પણ લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષની ઉજવણીમાં સહભાગી થવા આમઁત્રણ આપવામા આવ્યુ છે. આ સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષા ક્ષેત્રે હૈદરાબાદ ખાતે પણ કાર્યરત છે. ત્યાં આવેલ નીલકંઠ વિદ્યાપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલની દક્ષિણ ભારતના ફિલ્મ સ્ટાર રજનીકાંતે મુલાકાત લીધી હતી. ત્યારે ગુરુકુળના વિવેક સ્વામીએ આમંત્રણ પાઠવ્યું હતું. અભિનેતાએ ગુરુકુળ કેમ્પસની સુંદરતા તથા આકર્ષક વાસ્તુકળાની પ્રશંસા કરી હતી. વિવેકસાગર સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ઉજવણી થનાર લક્ષ્મીદેવ શતાબ્દી મહોત્સવમાં પધારવા તેઓને આમંત્રણ પાઠવ્યું હતું. જેનો રજનીકાંતે સહર્ષ સ્વીકાર કર્યો હતો. સાનુકૂળતા રહી તો ચોક્કસ ઉપસ્થિત રહેવાનું પણ જણાવ્યું હતું. સાથે જ રજનીકાંતે સંપ્રદાયનો પ્રાથમિક પરિચય પણ મેળવ્યો હતો.

Vadtal Mahotsav

આ પણ વાંચોKathua Terror Attack : જમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર હુમલો, આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ

Read More

Trending Video