Vadodara: ધારાસભ્ય કેતન ઇનામદાર વિરુદ્ધ ઘસાતું લખાતા સમર્થકનો પિત્તો છટક્યો અને પછી….

July 22, 2024

Vadodara:  વડોદરાના (Vadodara) સાવલીના (Savli) ધારાસભ્ય કેતન ઇનામદારના (Ketan Inamdar) વિરૂદ્ધમાં ભાજપના (BJP) સાવલીના એક વોટસએપ ગ્રુપમાં લખાણ લખ્યા બાદ કાર્યકરો વચ્ચે તુતુ મેંમેં થઈ હતી. એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય વિશે ઘસાતું લખતા સમર્થકે ઘસાતું લખનારને ફોન પર ઉગ્ર બોલાચાલી પણ કરી હતી જેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ભાજપના અગ્રણીનો કથિત ઓડિયો વાયરલ

ભાજપના અગ્રણીનો પિત્તો ગયો હોવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે.સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર વિશે સોશિયલ મીડિયામાં ઘસાતું લખતા કાર્યકરો વચ્ચેતું તું મેં મેં થઈ હતી. કેતનભાઇ મારો હાવજ એવું ગ્રુપમાં લખતા અન્ય એક મેમ્બરે બટાકાનો હાવજ અમારો રોડ તો થયો નથી પહેલા રોડ બનાવો પછી હાવજ થાવ એવું લખતા કાર્ય કરવામાં શાબ્દિક ચર્ચા જાગી છે. આ બંન્નેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. ભાજપ કોની ! આ શબ્દથી અત્યારે વડોદરા ભાજપમાં સામ સામી તલવારો ઉછડી રહી છે.

 કેતન ઈનામદાર વિરુદ્ધ લખાણ લખાતા ભાજપના અગ્રણીએ પિત્તો ગુમાવ્યો

વડોદરા સાવલીનું ભાજપનું એક વોટ્સએપ ગ્રુપ બનેલું છે.અને એમાં બે દિવસથી કાર્યકરો પહેલા મેસેજમાં બાખડી રહ્યા હતા. હવે ફોન કરીને બાખડી રહ્યા છે.સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના વિરૂદ્ધમાં લખાણ લખ્યા બાદ ભાજપના અગ્રણીનો પિત્તો ગયો હોવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે.વડોદરા સાવલીના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં એક કેતન ઈનામદારને લઈને કોઈક કાર્યકરે એક વીડિયો મુક્યો હતો.જેના જવાબમાં ભાજપના કાર્યકર દિનેશ પટેલ લખ્યું કે મારો કેતન ભાઇ હાવજ છે.આ મેસેજને ટેગ કરી દિપક રાજપુત નામના કાર્યકર ટિપ્પણી કરી કે, બટાકાનો હાવજ, અમારા રોડનું કામ હજુ બાકી બોલે છે.કેતનનાં બંગલાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા.અને પાછા હાવજ પહેલા અમારો રોડ બનાવો પછી હાવજ બનજો. જેના જવાબમાં દિનેશ પટેલે કહ્યું કે ક્યો રોડ બાકી છે તે જણાવો. સ્ક્રિનશોટ વાયરલ થયા બાદ એક ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

સમર્થકે ઘસાતું લખનાર સાથે ફોન પર ઉગ્ર બોલાચાલી કરી

આ વાતની શરૂઆત વોટ્સએપ ગ્રુપમાં લખવાથી થઈ અને બાદમાં બંને વચ્ચે ફોન પર ઉગ્ર વાતચીત થઇ હોવાનો આ ઓડિયો છે.દિનેશ પટેલે પણ એવો દાવો કર્યો છે કે તમારા ગામના જ નહી અમારા ડેસર ગામના સરપંચ પણ પૈસા ખાઇ જાય છે..કથિત ઓડિયોમાં દિનેશ પટેલ બોલે છે કે તે ગ્રુપમાં કેતન કેમ લખ્યું, તે તારાથી નાનો છે ! તું બોલતા શીખ પહેલા, વોટ્સએપ ગ્રુપમાં સમજી વિચારીને લખવું, તારી ભૂલ સ્વિકાર પહેલા. ભાજપમાં રહેવું હોય તો રહેજે…તો સામે પક્ષે દિપક રાજપુત એવું કહે છે કે, લખ્યું તો શું થઇ ગયું ! તમે વાતને ઉંધી દિશામાં લઇ જાઓ છો… ભાજપ કંઇ મારી નથી કે તમારી નથી,,. ભાજપ ફકત તમારી જ છે, આ ગ્રુપમાં આજથી મહિના પહેલા મેસેજ નાંખ્યો હતો કે, મારૂ કામ બાકી છે, ત્યારે તમે ક્યાં ગયા હતા, કેમ તમને આજે જ આ સુઝ્યું.

કેમ કેતન ઈનામદાર ચુપ છે ?

આ ઓડિયો વાયરલ થયા બાદ વડોદરા ભાજપમાં ચર્ચાનું બજાર ગરમ થયું છે. ત્યારે સવાલ એ થાય છે કે જો આ આક્ષેપ સાચો છે તો જે કેતન ઈનામદાર અધિકારીઓને ખખડાવતા મુખ્યમંત્રીને કે હાઈકમાન્ડને પત્ર લખતા તે આજ સુધી ક્યાં હતા.જો દિપક રાજપૂતે પહેલા પણ આ રજૂઆત કરી હોત તો કેમ હજુ સુધી રસ્તાનું કામ નથી થયું.કેમ કેતનભાઈ ચુપ છે, કે સાચેજ કેતન ઈનામદાર બટાકાના હાવજ છે.

આ પણ વાંચો : Name Plate Controversy : Supreme Court એ યોગી સરકારના ફરમાન પર રોક લગાવી

Read More

Trending Video