Vadodara: વડોદરામાં (Vadodara) ગત તા. 26 ઓગષ્ટના રોજ વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding)આવતા આખા શહેરમાં તારાજી સર્જાઇ હતી.ત્યારે આ પૂર કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જીત હતુ તેવું આજે આખું શહેર કહીં રહ્યું છે.અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના કારણે આજે પ્રજાએ વારંવાર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વામિત્રી નદીમાંની આસપાસનો વિસ્તાર બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો છે. જેના કારણે વડોદરાને વારંવાર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ પૂરની પરિસ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. હવે તો તંત્રના અધિકારીઓ અને ભાજપ નેતાઓને લોકોની વચ્ચે જવું પણ મુશ્કેલ બની ગયું છે. જ્યાં નેતાઓ અને તંત્રના અધિકારીઓ જાય છે ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે ખુદ ભાજપના જ કોર્પોરરો મહાનગર પાલિકાના હોદ્દેદારોની પોલ ઉઘાડી પાડી રહ્યા છે. અગાઉ મહાનગરપાલિકાની સમાન્ય સભામાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર મનીષ પગારએ સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રી પર પોતાનો બળાપો ઠાલવ્યો હતો અને , વડોદરામાં પૂર માટે પાલિકાના 5 હોદ્દેદારો જવાબદાર હોવાનો ધડાકો કર્યો હતો ત્યારે આજે વડોદરામાં ભાજપના વધુ એક કોર્પોરેટરે સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં બળાપો ઠાલવ્યો હતો.
વધુ એક કોર્પોરેટરે ઠાલવ્યો બળાપો !
ભાણજી પટેલે જણાવ્યું કે, આટલા વર્ષોથી પૂર આવી રહ્યા છે તેમાં મે 24 કલાક કામગીરી કરી છે જેથી હું કઈ ભૂલો થઈ રહી છે તેનાથી હુ વાકેફ છે.આ વખતે જે પૂર આવ્યુ તેમાં શીવમ સોસાયટીનું નાણામાં સાડા ચાર મીટરની ભૂખી કાંસ છે. ત્યારે મે કમિશ્નરને રજૂઆત કરી હતી કે મને તેનુ માપ આપો.જે મીટર આવે તે પ્રમાણે કટીંગ કરે. બીજી રજૂઆત કરી હતી કે, નેશનલ હાઈવે જ્યાંથી આ ભૂખી એન્ટર થાય છે તેની બાજુમાં એક સ્કીમ બનાવવામા આવી છે. નદીના કાસ ઉપર જે સાઈડો બનતી હોય તેના માટે પરમિશનની અંદર સુધારો કરવામા આવે કાંતો તેના પેમ્પલ્ટમાં લખવું જોઈએ કે, આ ભૂખી કાંસ છે કે, વિશ્વામિત્રી નદીનું વહેણ છે જેથી લેવા વાળો હેરાન ન થાય તેવી રજૂઆત કરી હતી.
વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવા કરી રજૂઆત
વોર્ડ 2 ના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં બળાપો ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ભૂંખી કાંસ પર દબાણના કારણે પૂર આવ્યું છે. દર 5 વર્ષે લોકોને ફર્નિચર અને ઈલેક્ટ્રિક ઉપકરણો બદલવા પાછળ 2 લાખ ખર્ચવા પડે છે ત્યારે ભૂંખી કાંસ 12 મીટરથી ઘટી 4.5 મીટર થઈ ગઈ જેથી વરસાદી કાંસ અને વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવામાં આવે.
કોર્પોરેટરે શહેરીજનોની માંગી માફી
વધુમાં તેમણે જણાવ્યું કે, હું સ્થાયી સમિતિ સભ્ય તરીકે પૂર માટે શહેરની માફી માંગુ છું આ સાથે તેમણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ જાહેરમાં માફી માંગવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, શહેરમાં અમારા લીધે લોકો પૂરમાં ડૂબ્યા. ત્યારે આમ પોતે કોર્પોરેટરો જ પોતાની ભૂલ સ્વાકારી રહ્યા છે તેમજ તેઓ ઉપલા અધિકારીઓ તેમનો અવાજ દબાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. અને તંત્રની પોલ ખોલી રહ્યા છે ત્યારે સત્તાધીશો ક્યારે જાગશે ?