Vadodara Viral Video : ગુજરાતમાં અત્યારે સરકારી કચેરીઓમાં તો રોજ કોઈ કૌભાંડો બહાર આવતા રહે છે. સરકારી કચેરી (Government Office)ઓમાં અધિકારોની કામગીરી પર છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉભા થતા રહે છે. અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવે છે. હવે આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જ્યાં ગ્રાહક કંટાળી અને સરકારી અધિકારીને પગે પડે છે. અને કામ કરી આપવાની વિનંતી કરે છે. પરંતુ આ સરકારી બાબુઓ તો જાડી ચામડીના છે અને ગ્રાહકને સાંભળવાને બદલે કાનમાં હેડફોન નાખીને બેસી જાય છે. વડોદરાની પાસે આવેલા જાંબુઆના સુંદરપુરા ગામે આવેલી MGVCLની કચેરીમાં ગ્રાહકનો આ વિડીયો અત્યારે વાયરલ (Vadodara Viral Video) થઇ રહ્યો છે.
સરકારી વીજ કચેરીમાં અધિકારીઓના કામગીરીમાં ધાંધિયા
વડોદરા પાસે આવેલા જાંબુઆના સુંદરપુરા ગામે આવેલી MGVCLની કચેરીનો એક વિડીયો વાયરલ (Vadodara Viral Video) થઇ રહ્યો છે. જેમાં વિજ કનેક્શન લેવા માટે અરજદારે ઘૂંટણીયે પડીને હાથ જોડીને માથું નમાવવું પડી રહ્યું છે. ગુજરાતમાં તો ક્યારે કલાકો સુધી લાઇટો જતી રહે, તો ક્યારેક અધિકારીઓ ધારાસભ્ય ફોન ન ઉપાડે, અને હવે તો હદ્દ થઇ ગ્રાહકે પોતાના જ હક્ક માટે ઘૂંટણિયે પડવું પડે છે. ત્યારે એમજીવીસીએલ વિજ કંપનીની વધુ એક બેદરકારી છતી કરે એવા આ કિસ્સામાં અધિકારીએ શર્મા તો જાણે નેવે મૂકી હોય તેવું લાગી રહ્યું છે.
Vadodara : આ જ છે વિકસિત ગુજરાત? આજીજી કરતાં માંગ્યું વીજ કનેક્શન#vadodara #ElectricityConnection #Viralvideo #Electricity #nirbhaynews #vadodaranews #Gujarat @CMOGuj @Bhupendrapbjp pic.twitter.com/GwuqMTy3kV
— Nirbhaynews (@nirbhaynews1) June 26, 2024
અરજદારે વીજ કનેક્શન માટે પડવું પડ્યું ઘૂંટણિયે
વીજ કનેક્શન માટે MGVCLની વીજ કચેરીમાં પહોંચેલા ગ્રાહકે બે હાથ જોડી ઘૂંટણિયે પડી માથું નમાવીને કહ્યું કે, હું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હું હેરાન થાવ છું. મારે ત્યાં લાઇટ નથી. હું તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું. મેં ખાલી પાંચ મીનીટ માણસ માંગ્યો છે. પાંચ મીનીટ માણસ ખાલી લાઇન પર જોઇ લે, સાહેબ ત્રણ-ચાર વર્ષથી હું ધક્કા ખાઉં છું. આનાથી મારામાં વધારે લિમિટ નથી. હું સારા પરિવારમાંથી આવું છું. આજ સુધી મેં અપશબ્દ નથી કહ્યો, આજે પણ હું સાહેબ સાહેબ કરીને વાત કરું છું. મને મારા સરપંચે સલાહ આપી છે કે, તમે આમ કરશો તો કામ થશે, નહી તો કામ થાય તેમ લાગતું નથી. પણ હવે તો અમને પણ એવું લાગે છે કે આ અધિકારીઓને સાહેબથી વધારે કઈ પદવી જોતી હશે. તમે તો સાહેબ સાહેબથી પણ કામ નથી કરતા. ત્યારે વર્ષોથી વિજ કનેક્શન માટે ધક્કા ખાતા અરજદારને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું.