Vadodara Viral Audio : વડોદરામાં દુષ્કર્મના આરોપીની ઓડિયો કલીપ વાયરલ, કહ્યું, અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે.

September 25, 2024

Vadodara Viral Audio : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓ બને છે. આ ઘટનાઓ ચર્ચાનો વિષય કેમ બને છે…કારણ કે આ બધામાં મોટાભાગના કેસ ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ સાથે સંબંધો ધરાવતા લોકો જ આ સમગ્ર મામલામાં આરોપીઓ હોય છે. અને તેના જ કારણે આ દરેક કેસ ખુબ ચર્ચિત બન્યા છે. તેમનો જ એક કેસ વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં આકાશ ગોહિલ નામના ભાજપ સાથે સંબંધો ધરાવતા વ્યક્તિએ બળજબરીપૂર્વક એક પરિણીતા પર તેના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું. તેની એક ઓડિયો કલીપ વાયરલ થઇ છે. જેને ભાજપની ઘણી મોટી પોલ છતી કરી છે.

વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય સહિત ભાજપના અસંખ્ય રાજકીય નેતાઓ સાથે સંબધ ધરાવનાર આકાશ ગોહિલે પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. ઘટના વિશે બધા જાણે જ છે. ત્યારે દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં આરોપી બિન્દાસપણે જણાવી રહ્યો છે કે અમે તો ગમે તે કરીએ હાલમાં અમારી તો સત્તા છે. અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે. જેથી મારી સામે કોઈ કલમ લાગશે નહીં. અમારો પીએ રાજેશ ગોહિલ તો દસ દહાડામાં જ છૂટી ગયો હતો. આ એક દુષ્કર્મનો આરોપી બિન્દાસ રીતે કહી રહ્યો છે. તો આપણે એ પણ વિચારી શકીએ કે જે ભાજપ સાથે જોડાય છે તેને કોઈ જ તકલીફ પડતી નથી. દરેક ગુનામાંથી બચી જાય છે.

આ મામલો નંદેસરી પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. વડોદરામાં થયું આ નારાધામની ઘણી સારી ભાજપમાં ઓળખાણ છે એટલે મને કોઈ કલમ લાગશે નહિ તેવું કહે છે. અને કહે જ ને કારણ કે જ્યારે ધારાસભ્ય સાથે જ ફોટો હોય ધારાસભ્ય સાથે જ જ્યારે ઊઠક બેઠક હોય એક સોફામાં બેસીને ફોટો પડવાયો હોય તો ના જ ડર લાગે છે. ભાજપ સરકાર હવે આવું કરવાનું મૂકો અને જરાક ન્યાય અપાવા પર પણ નજર નાખજો. તમારા સરકારની રાજમાં અનેક દીકરોઓ દુષ્કર્મનો ભોગ બને છે. એની સાથે ધોળા દિવસે લોકો અડપલાં કરે છે. અને લાશ લઈને ગાડીમાં ફરે છે કઈક તો વિચારો. હવે તો ન્યાય આપવો.

આ પણ વાંચોTirupati Laddu Case : તિરૂપતિ પ્રસાદ કેસમાં સૌથી મોટા સમાચાર, ઘી સપ્લાય કરનાર વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ FIR

Read More

Trending Video