Vadodara: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઉપરીવાસમાં ધોધમાર વરસાદ વરસતા આજવા સરોવરના (Ajawa Sarovar) 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. આજવા ડેમમાંથી પાણી છોડાતા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું છે.
વડોદરામાં આજવા સરોવર તથા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરમાં પાણીની આવક થતા 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. આજવા સરોવરમાંથી પાણી છોડાતા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 33 ફૂટ થઈ ગઈ છે. હાલ વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિમાં મગર અથવા વન્યજીવ રેણાંક વિસ્તારમાં આવી જાય છે. ત્યારે આવી સ્થિતિમાં શહેરીજનો માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામા આવ્યા છે. જો વડોદરામાં કોઈ પણ વિસ્તારમાં મગર અથવા વન્યજીવ દેખાય તો મો. 9974554466, 8320268874 વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ અરવિંદ પવારને જાણ કરે.
સાંસદ ડો. હેમાંગ જોષીની નાગરિકોને અપીલ
મહત્વનું છે કે, વડોદરામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા છે.જેને લઇને જનજીવન ખોરવાયું છે. ત્યારે હેમાંગ જોશીએ કહયું કે, જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે તંત્રને સાથ આપે. અમારા માટે લોકોનો જીવ બચાવવાની પ્રાથમિકતા છે જે લોકોનું સ્થળાંતર કરી રહ્યા છે તેમને જરુરી તમામ વસ્તુઓની વ્યટવસ્થા કરી રહ્યા છે જેથી લોકો જોખમ વાળા વિસ્તારમાં ન રહે અને કોઈને પણ ધ્યાન દોરવા જોવું લાગે તો મ્યુનસિપલ કોર્પોરેશન કરવો.
આ પણ વાંચો : Surendrnagar :ચોટીલા અને હબીયાસર ગામને જોડતો પુલ ધડાકાભેર તૂટી પડ્યો, ઉપરવાસના ગામો થયા સંપર્ક વિહોણા