Vadodara : રાજ્યમાં અત્યારે રસ્તાઓ પર ભુવા પાડવા કે ગાબડાં પાડવા સામાન્ય બાબત બની ગઈ છે. તાજેતરના બનેલા બ્રિજમાં ગાબડાં પડી જાય અને વરસાદ આવે અને નવા બનાવેલા રોડમાં ભુવો પડી જાય તો હવે નવાઈ લગતી નથી. આ સરકાર જ ભ્રષ્ટાચાર (Corruption)ની હોય તેવું લાગે છે. આવું જ કંઇક બન્યું છે વડોદરા (Vadodara)માં, જ્યાં રસ્તા પર પડેલા ભુવાનો એક સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા (Vadodara) શહેરમાં વરસાદે પાલિકાના અણગઢ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે. ભારે વરસાદને કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા ભુવા પડવા ગામડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા હતા તેવામાં વડોદરા (Vadodara) શહેરમાં અત્યાર સુધીનો સૌથી મહાકાય ભુવો વુડા સર્કલ સામે પડ્યો છે. ત્યારે આ ઘટનાને આજે ચાર દિવસ થઈ ગયા છતાં પણ તંત્ર દ્વારા ભુવો પુરવાની તસ્દી લેવામાં નહીં આવતા પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ છે.
એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે , વુડા સર્કલ પાસે સતત ચાર દિવસ થઈ ગયા છે. વડોદરા શહેરનો સૌથી મોટો કહી શકાય તે ભુવો પડ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, અધિકારીઓ જોવા સુદ્ધા નથી આવતા. એટલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી ખાતમુહૂર્ત કર્યું છે. કારણ કે, વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય છે. ત્યારે, ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે. પરંતુ એક સામાજિક કાર્યકારની દ્રષ્ટિએ તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે.
સાથે સાથે પીએમ મોદી સુધી મેસેજ પહોંચે તે માટે આ તંત્રને જગાડવા પગલું ભર્યું છે કે વહેલામાં વહેલી તકે આ ભુવો પૂરવામાં આવે કારણ કે, અહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય અને જો કદાચ જાનહાની થાય અથવા પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ ? એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ભુવાનું પુરાણ કરવામાં આવે, અને જે પણ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે એટલે આજે શ્રીફળ વધેરી ચુંદડી લગાવી અગરબત્તી સળગાવી પ્રાર્થના કરી છે કે વહેલા આ ભુવો પુરાય.
આ છે આપણા રાજ્યનો વિકાસ…જ્યાં એક મસમોટો ભુવો પુરાવા પણ રાહ જોવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાને એક વખત વિચાર પ્રજાની સલામતીનો વિચાર આવતો નથી. જેના કારણે હવે પ્રજાએ ભોગાવાવનો વારો આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી આ ભુવો પડ્યો છે છતાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ માટે આગળ આવ્યું નથી. જોઈએ હવે આ સામાજિક કાર્યકરના આ દેખાવોથી તંત્ર જાગે છે કે પછી આંખ આડા કાન કરી કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે ?
આ પણ વાંચો : Delhi Tihar Jail : દિલ્હી તિહાડ જેલમાં 125 કેદીઓ એચઆઈવી પોઝીટીવ, 200 કેદીઓને સિફિલિસ છે, ગભરાટ સર્જાયો