Vadodara : વડોદરામાં પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોર્પોરેટર આશિષ જોશીની ધારદાર રજૂઆત

June 19, 2024

Vadodara : વડોદરામાં તો ડખો શાંત થવાનું નામ જ નથી લેતો. ભાજપના જ્યાોતિબેન પંડ્યાએ જે ચીંગારી મુકી હતી તે હજુ સુધી નથી ઓલવાઈ..એ ચીંગારી દિવસે ને દીવસે આખા શહેરમાં ફેલાઈ રહી છે. વડોદરા (Vadodara) માં ભાજપ (BJP)ના કોર્પોરેટર આશિષ જોશી (Ashish Joshi) એ મીડિયા સમક્ષ બળાપો કાઢતા કહ્યું કે, પીપીપી મોડલના નામે શહેરને વેચવા કાઢ્યું છે. ભાજપના કોર્પોરેટર અગાઉ પણ સરકાર સામે અનેક અણિયારા સવાલો ઉઠાવી ચુક્યા છે. આમ, ભાજપના જ કોર્પોરેટર પાલિકાની સભામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા હોય તેવા એક તબક્કે દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો બાખડ્યા

વડોદરા પાલિકામાં સામાન્ય સભા ચાલી રહી છે. જેમાં વડોદરાના વિદ્યાર્થીઓને એમ એસ યુનિ.માં એડમિશન, સરકારી નોકરીઓમાં સ્થાનિકોને અન્ય જેવા મુદ્દે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી છે. જે બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, યુનિ.માં વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે. સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો તે બાબતની રજુઆત છે. સર સયાજીરાવ દ્વારા આપવામાં આવેલી યુનિ.માં વિદ્યાર્થીઓએ આંદોલન કરીને એડમિશન લેવું પડે તે વ્યાજબી નથી. સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય થઇ રહ્યો છે.
નાગરિકોની સેવા કરી શકત

ભાજપના જ કાઉન્સિલરો આજે આક્રમક મૂડ માં જોવા મળ્યા હતા. જેમાં ભાજપના કાઉન્સિલર આશિષ જોષી એ તો કોર્પોરેશનના અધિકારીઓએ જાણે શહેરને વેચવા કાઢ્યું હોય તેવા આક્ષેપો સાથે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડએ સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તેના માટે બનાવેલ એમએસ યુનિવર્સિટી માં આજે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે 48 ડિગ્રી તાપમાનમાં પ્રવેશ માટે વલખા મારવા પડે અને એ જ વિદ્યાર્થીઓને આપણે ફર્સ્ટ વોટર તરીકે પ્રોત્સાહિત કર્યા હોય ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેશનમાં પણ ખાલી પડેલ જગ્યા ઉપર સ્થાનિક યુવકોને 10% વધુ માર્કસ આપી પ્રથમ પ્રાયોરિટી આપવા માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોર્પોરેશનમાં જેટલી પણ સભા મળી તે તમામ સભામાં ખુદ ભાજપના જ કાઉન્સેલરો હાલ વિકાસના કામોને લઈ આક્ષેપોનો મારો કરી રહ્યા છે.

આ પણ વાંચોVadodara : વડોદરામાં ભાજપના ધારાસભ્ય આવ્યા વિદ્યાર્થીઓની વહારે, યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Read More

Trending Video