Vadodara: વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં ( Vishwamitri river) પૂર આવ્યું તેનું કારણ સૌ કોઈ જાણી જ ગયા છે. આ પૂર પાછળ વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણ કારણ છે અને તંત્રના આડેધડ બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે તંત્રને રેલો આવતા હવે વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવામા આવી રહ્યા છે. ત્યારે અત્યારે સત્તાધીશો એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યુ છે. ત્યારે પાલિકાની સામાન્ય સભામાં જવાબદાર કહેવાતા કાઉન્સિલરોએ વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવા કે પૂરને રોકવા માટે ચર્ચા કરવાને બદલે એક બીજા પર આક્ષશ્રેપ પ્રતિઆક્ષેપ જ કરી રહ્યા છે.
દબાણો દુર કરવાની કાર્યવાહી માત્ર વાતો
પૂરના પાણી ઓસરી ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીના રીડેવલોપમેન્ટ માટે રૂ. 1200 કરોડની રકમની ફાળવણી કરવામા આવી છે. ફંડનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ થાય તે માટે ભારત સરકારના પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાના અધ્યક્ષ સ્થાને એક કમીટી બનાવવામા આવી હતી. જેમાં ખાનગી એજન્સીએ આપેલા નદીની માપણીના અહેવાલ પૂરના કારણો તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની ચર્ચા કરી હતી. જોકે આ બેઠક બાદ હજી પણ નદી કાંઠે કેટલા દબાણો છે તે પાલિકા શોધી શકી નથી જ્યારે તંત્ર અને સત્તા પક્ષ દ્વારા 18 તારીખથી વિશ્વામિત્રી નદી પરના દબાણો અંગે નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવા જણાવાયું હતું પરંતુ હાલ આ કાર્યવાહી માત્ર વાતો રહી ગઈ હોય તેવું લાગી રહ્યુ છે.
પાલિકાની સભામાં થયો હોબાળો
બીજી તરફ પાલિકાની સભામાં પણ પ્રજાના પ્રતિનિધિઓએ સર્વે, ભૂંખી કાંસના દબાણ મુદ્દે એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. જોકે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને ભાજપના ભાણજી પટેલે નદીના પૂરને રોકવા અંગેની ચર્ચા કરવા ટકોર કરી હતી પરંતુ છતા આ સભામાં માત્ર આક્ષેપ પ્રતિઆક્ષેપ જ કરવામા આવ્યા.
કેયુર રોકડિયાએ પૂર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યું
કેયૂર રોકડિયાએ સભામાં નકશો બતાવી કોંગ્રેસ પર આરોપો લગાવ્યા તેમણે કહ્યુ કે,વર્ષ 1976માં કોંગ્રેસના શાસનમાં ભુખી કાંસ પર દબાણોને મંજુરી આપી , આ કોંગ્રેસનું પાપ છે જેના કારણે વડોદરા ડુબ્યું હતુ પરંતુ સવાલે તે પણ થાય છે વડોદરામાં 30 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે કેમ આ દબાણો દૂર કરવામા ન આવ્યા ? બધા એક બીજા પર આક્ષેપ કરીને પોતે નિર્દોષ છે તેવું સાબિત કરવામાં લાગી ગયા છે.પરંતુ તેને દૂર કરવા માટે શુ કરીશું કે, ભવિષ્યમા આવું ન થાય તેના માટે શુ પગલા લેવામા આવશે તે અંગે કોઈ વાત કરતુ નથી. કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ ુપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પરંતુ પોતાના પક્ષનું હોય તો તેઓ ચુપ્પી સાધી દે છે.
પરાક્રમસિંહ જાડેજાનો કોંગ્રેસ પર પ્રહાર
આ સભામાં ભાજપના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદેસર બાંધેલા ઓટલા સ્વેચ્છિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે પ્રતિબંધિત જોનમાં બાંધેલા બંગલા સામે કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે અમિત ચાવડા પર પ્રહાર કરતા કહ્યુ કે, અમિત ચાવડાએ મારો બંગલો ગેરકાયદે છે તેમ કહ્યું પણ રેલી કાઢી તે વિનુભાઈ પટેલનો ઝોનફેર-પરવાનગી વિનાનો બંગલો ન દેખાયો? જ્યારે આ મામલે કોંગ્રેસ નેતા અમી રાવતે કહ્યું કે નેતા લાજવાની જગ્યાએ ગાજે છે. તેમણે કરેલું દબાણ તોડ્યું છે.
આ પણ વાંચો : હિમેશ રેશમિયાના પિતાનું નિધન, 87 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા