Vadodara : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli rape Case) ઘટના સામે આવી હતી જેમાં નરાધમોએ તેના મિત્ર સાથે એંકાતમાં બેઠેલ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્ર્ત્યાઘાત પડ્યા હતા પોલીસે ઘટનાના 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અમને તેમની બરાબરમી સરભરા પણ કરી હતા જે બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ આરોપીઓના ઘર પર બુલડોઝર કાર્યવાહી પણ કરવાની વાત સામે આવી હતી જો કે આ આરોપીઓમાં કેટલાક આરોપીઓ ભાડામાં મકાનમાં રહેતા હોવાથી અને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન મુજબ આ કાર્યવાહીમાં વાર લાગે તેમ છે ત્યારે આ આરોપીઓમાંથી એક આરોપીના ઘરના પાણી,ડ્રેનેજ અને વિજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોપીના ઘરના પાણી,ડ્રેનેજ અને વિજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી
મળતી માહિતી મુજબ ભાયલી દુષ્કર્મની ઘટનાના 5 આરોપીઓને પોલીસે પકડયા હતા. ત્યારે લોકોમાં આરોપીઓ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને સરકાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગણી કરી રહયા હતા.ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ દુષ્કર્મની ઘટનાના મુખ્ય આરોપી મુન્ના બનજારાના ગેરકાયદેસર મકાનને તોડવાની નોટિસ ફટકારી હતી. પણ સુપ્રીમ કોર્ટ ની ગાઇડલાઇન અનુસાર કલેક્ટરની પરમિશન લેવી જરૂરી હોય છે. અને આરોપીઓ ભાડાના મકાનમાં રહે છે. તેટલા માટે તંત્ર એ હવે આરોપીઓના ઘરના પાણી, ડ્રેનેજ અને વિજ કનેક્શન કાપવાની કામગીરી ચાલી રહી છે.
વડોદરાના ભાયલી દુષ્કર્મની ઘટના શું હતી?
વડોદરા નજીક ભાયલીમાં બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા આવેલી સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. આ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરા તેના મિત્ર સાથે સૂમસામ સ્થળે બેઠી હતી,ત્યારે બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 ઇસમો ફરાર થયા, જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.
આ પણ વાંચો : Jamnagar: નકલી બેંક એકાઉન્ટ બનાવી ભાડે આપી કમિશન દ્વારા કમાણી કરનારા 11 સાયબર ગઠિયાઓને પોલીસે કેવી રીતે દબોચ્યા ?