Vadodara : અમે અહીંના ડોન છીએ, અમારું કોઈ કશું બગાડી નહીં લે, પોલીસ અમારા ખિસ્સામાં છે… લુખ્ખા તત્વોની પોલીસને ખુલ્લી ચેલેંન્જ

June 28, 2024

Vadodara : વડોદરા (Vadodara) શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ચોંકાવનારી વાત તે છે કે, આ અસામાજિક તત્વો લોકેને ધાક ધમકી આપે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ કરીને પોલીસે (Vadodara) ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે તેમ છતા પોલીસ આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્વાહી કરી રહી નથખી જેના કારણે રહીશોમાં ભારે રોષ છે. રહીશોનો આઓક્ષેપ છે કે, પોલીસ આ લુખ્ખાતત્વોને છવારી રહી છે. જેથી જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામા આવે તો ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

માંજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક

પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના (Vadodara) માંજલપુર (Manjalpur) વિસ્તારમાં આવેલ મનહર નગર 2 જીઆઇડીસી રોડ અલવાનાકા પાસે અસામાજિક તત્વો દ્વારા હાથમાં હથિયારો લઈને 20 થી 25 જણ નું ટોળું ઘશી પડેલ અને પથ્થર મારો કરવામાં આવ્યો હતો. મનહર નગર 2 માં રહેતા રહીશોનું કહેવું છે કે, કોતર તલાવડી પાસે રહેતા અસામાજિક તત્વો દ્વારા તેઓના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તથા ત્યાં બેસેલા યુવાનો સ્ત્રીઓ અને પુરુષો ને પકડીને માર મારવામાં આવ્યો હતો. આ સામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે અવારનવાર આ રીતે મનહર નગરમાં રહેતા યુવાનોને આવતા જતા પકડીને ગાળા ગાળી કરે છે તથા માર મારે છે અને ધમકીઓ આપે છે કે તને જાનથી મારી નાખીશું અમે અહીંના ડોન છીએ અમારી સામે માથું નમાવીને ચાલવું અમારું કોઈ કશું બગાડી નહીં લે, પોલીસ અમારા ખિસ્સામાં છે એટલું જ નહીં ના વિશ્વાસ આવતો હોય તો instagram પર અમારા વીડિયો જોઈ લેવા અમે કોતર તલાવડીના કિંગ છે.

Vadodara: Terror of anti-social elements in Manjalpur area

અસામાજિક તત્વોના આતંક મામલે રહીશોએ પોલીસને કરી ફરિયાદ

આ સામાજિક તત્વોને મનહર નગરના રહીશો દ્વારા પકડવાની કોશિશ કરવામાં આવતા આ અસામાજિક તત્વો તેઓને ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. તે જ સમયે જે એકટીવા ઉપર આ સામાજિક તત્વો આવેલા તે એકટીવા જેનો નંબર છે GJ 06 NC 5967 ત્યાં જ છોડીને ભાગી છુટ્યા હતા. રહીશોનું કહેવું એવું છે કે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વારે ઘડીએ ફરિયાદ આપવા છતાં પણ તેઓ દ્વારા આ અસામાજિક તત્વો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેના લીધે આજરોજ આ સામાજિક તત્વોની હિંમત વધી ગઈ હતી અને તેઓએ આ રીતે 20 થી 25 જણાનું ટોળું બનાવી ગેંગ બનાવીને મનહર નગર પર તૂટી પડેલા પથ્થરમારો કરેલો તથા તેના યુવાનોને માર મારવામાં આવ્યો હતો. વાહનોની તોડફોડ કરવામાં આવી હતી ખૂબ નુકસાન કરીને ત્યાંથી નાસી છૂટેલા જે અંગે મનહર નગર 2 ના રહીશો ભેગા મળીને માંજલપુર પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા ગયા હતા.

પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નહીં ?

આ મામલો માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયેલો પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના નિર્દોષ યુવકને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનને પકડી ગયા હતા. જેથી કરીને રહીશોમાં પણ રોષ છે કે, માંજલપુર પોલીસ સ્ટેશન આવા લુખ્ખા તત્વોને અસામાજિક તત્વોને છાવરી રહી છે અને તેઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી આ સામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે, instagram પર વિડીયો બનાવીને પોતે કિંગ છે તથા અત્યારે લઈને પોતાના વિડીયો અને ફોટા મૂકી રહી છે તે છતાં માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

Vadodara: Terror of anti-social elements in Manjalpur area

રહીશોએ  ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી

તેઓ રહીશોમાં રોષ છે જો માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ સમયે કોઈ યોગ્ય રીતે કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચકક્ષાએ ફરિયાદ આપવાની પણ રહીશોએ જાણકારી હતી.ત્યારે રહીશોની આ ચીમકી બાદ હવે જોવું છે કે માંજલપુર પોલીસ સ્ટેશન ના અધિકારીઓ દ્વારા આ આ સામાજિક તત્વો ઉપર લગામ લાવવામાં આવે છે કે નહીં….

આ પણ વાંચો : ગુજરાતમા સૌથી વધુ પેપરલીક થયા છે પરંતું હજુ સુધી એક પણ ચમરબંધી પકડાયો નથી : Yuvraj Singh Jadeja

Read More