Vadodara:સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે બદનામી થશે તેમ કહી ન લીધી ફરિયાદ !

October 17, 2024

Vadodara: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ( Gujarat Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રાજ્યમાં ગુનેગારોને જાણે પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ રોજબરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં આજે ફરી એક વાર વડોદરામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. હજુ તો ભાયલીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાની શાહી સુકાઇ નથી.ત્યાં ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા ઉપર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ડભોઇમાં સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ

ઘટનાની મળતી માહિતી મુજબ ડભોઇમાં શ્રમજીવી પરિવારમાં વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા હવસખોર કાકાએ દીકરી સમાજ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવીછે આ મામલે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સગીરાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તે બાદ સગીરા તેની માતા અને ભાઈ સાથે ડભોઇમાં રહેતી હતી. તેઓની સાથે છેલ્લા સાત વર્ષથી વિધવા માતાના પતિ તરીકે લાલા નગીનભાઈ વસાવા રહેતો હતો. સગીરા તેને કાકા તરીકે સંબોધતી હતી . આ સગીરાએ 10 માં ધોરણની પરીક્ષા આપી હતી પરંતુ તે બે વિષયમાં નાપાસ થઈ હોવાથી તે ઘરે જ રહેતી હતી તેમજ સગીરાના કાકા દારુ પીતા હતા જેથી તે રોજ કામે જતો ન હતો ત્યારે સગીરા સાથે રહેતા તેના સાવકા પિતાએ પોતાની દીકરી સમાન સગીરા પર જ દાનત બગાડી હતી આ હવસખોર શખ્સ જ્યારે સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે લાલા વસાવા પોતાની દીકરી સમાન સગીરા સાથે અડપલા કરતો હતો. જેથી સગીરાને હવસખોર લાલા વસાવા સાથે રહેવુંવ પસંદ ન હતુ પરંતુ તે તેની માતાને આ અંગે કહી શકતી ન હતી. ત્યારે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી અને તેની માતા મજૂરી કામે ગઇ હતી. તે દરમિયાન હવસખોર લાલા વસાવાએ સગીરાની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ નરાધમ કાકાએ સગીરાને આ અંગે કોઈને જાણ કરીશ તો એસીડ છાંટીને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પણ હવસખોરે ત્રણ દિવસ પૂર્વે પુનઃ એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને સગીરાની મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. તે દિવસે પણ હવસખોર લાલા વસાવાએ સગીરાને કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી. ત્યારે કાકાની હવસનો ભોગ બનેલી સગીરા ઘરમાં રડતી હતી. તે દરમિયાન ઘરે આવી પહોંચેલી નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછતા તેણે લાલા વસાવાએ દુષ્કર્મ આચર્યું હોવાનુ જણાવ્યું હતું આ દરમિયાન જ્યારે મજૂરી કામેથી પરત ફરેલી સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી.

પોલીસે બદનામી થશે તેમ કહી ન લીધી ફરિયાદ

આ અંગે જાણ થતા સગીરાની માતાલાલા નગીન વસાવા સામે ફરિયાદ નોંધાવવા માટે સગીરાને લઇને ડભોઇ પોલીસ મથકમાં પહોંચી હતી. પરંતુ ડભોઇ પોલીસે સગીરા અને તેની માતાને સમાજમાં બદનામી થશે તેવી વાત કરી હતી. અને ફરિયાદ ન કરવા સમજાવી હતી. ઉપરાંત લાલા નગીન વસાવાને પોલીસ મથકમાં બોલાવી કાયદાની ધમકી આપીને રવાના કરી દીધો હતો. પરંતુ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. ત્યારે ડભોઇ પોલીસ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની ફરિયાદ ન દાખલ કરતા આખરે સગીરા અને તેની માતા બુધવારે જિલ્લા પોલીસવડા રોહન આનંદને લેખીત રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને ફરિયાદ કરવાની માંગણી કરી હતી.આદરમિયાન એસ.પી. રોહન આનંદે ડભોઇ પોલીસને દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતાની ફરિયાદ દાખલ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપતા આખરે ડભોઇ પોલીસના પી.આઈ. કે. જે. ઝાલાએ સગીરાની ફરિયાદના આધારે હવસખોર લાલા નગીન વસાવાની સામે દુષ્કર્મનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આ ઘટના શ્રમજીવી આદિવાસી પરિવારમાં બનેલી હોવાથી જિલ્લા પોલીસવડા રોહન આનંદે આ બનાવવાની વધુ તપાસ IUCAW યુનિટ ના પી.આઈ. આર. એન. રાઠવાને સોંપી છે

પીડીતાએ હવસખોર કાકા માટે કરી ફાંસીની માંગ

પીડિતાએ પોતાની આપવીતી વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદને જણાવતા કહ્યું હતુ કે, હવસખોર કાકા લાલા નગીન વસાવાએ તેની એકલતાનો લાભ લઈને તેની પર બે વખત દુષ્કર્મ આચર્યું છે. અને આ બાબતની કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી છે. તેવું કહીને પીડીતાએ હવસખોર કાકાને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે.

પોલીસે ફરિયાદીને બદનામીની બીક આપી ફરિયાદ ન લેતા ઉઠ્યા સવાલો

મહત્વનું છે કે, ગુજરાતમાં જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે સાબિત કરે છે કે, હવે અપરાધીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી ત્યારે આ કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠીરહ્યા છે જ્યારે સગીરા ખુદ સામે ચાલીને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવે છે ત્યારે બદનામીની બીક આપીને તેમને પાછી કેમ મોલી દેવામાં આવે છે ? જો આવા અપરાધીઓ સામે ફરિયાદ જ નહીં થાય તે તેમની સામે કાર્યવાહી નહીં થાય અને તેના કારણે તેમની હિમત પણ વધી જશે. ત્યારે આવા અપરાધીઓ સામે ફરિયાદ થાય અને તેના માટે લોકો જાગૃક થાય તેવા પ્રયાક કરવાને બદલે ખુદ પોલીસ જ ફરિયાદીને બદનામીની બીક આપીને પાછા મોકલી દે છે . શું પોલીસ આવી રીતે અપરાધ ખતમ કરી શકશે ? શું ફરિયાદ ન કરવાથી આવા દુષ્કર્મીઓ સુધરી જશે આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને તેમની સામે દાખલા રુપ સજા કરવામાં આવે તો અન્ય અપરાધીઓમાં પણ પોલીસની બીક રહેશે પરંતુ અહીં તો પોલીસ પોતે જ ફરિયાદીને બદનામીની બીક બતાવીને ફરિયાદીને પાછી મોકીલી દે છે ત્યારે પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ  પણ વાંચો :  Banaskantha : વાવ પેટા ચૂંટણીમાં જામશે રસાકસીનો જંગ , AAP- Bjp -Congress ના કયા દાવેદારો ઉમેદવારીની રેસમાં આગળ ?

Read More

Trending Video