Vadodara Rape Case : સંસ્કારી નગરીમાં જ હવે દીકરીઓ નથી સુરક્ષિત, વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

October 5, 2024

Vadodara Rape Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જસદણ દુષ્કર્મ કેસ અને દાહોદ કેસ તો ચર્ચાનો વિષય બન્યો જ છે. પરંતુ આ બે જ દુષ્કર્મની ઘટનાઓ નથી. પરંતુ આવી તો દરરોજ ઘટના બને છે. પણ આ બધી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ તો ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ ફરી એક વખત નવરાત્રીના સમયે જ એક સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. જેને લઈને આજે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંસ્કારીનગરી વડોદરાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અત્યારે માં જગદંબાની આરાધનાનું પર્વ નવલા નોરતાની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દરેક યુવક યુવતીઓ અત્યારે ગરબા રમવા જતા હોય છે. મોદી રાત સુધી અત્યારે મહિલાઓ ગરબા રમવા જાય છે. ત્યારે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગરબા રમીને પરત ફરી રહેલી સગીરા તેના મિત્રને મળવા માટે ભાયલી ગઈ હતી. ત્યાં અવાવરું જગ્યાએ જઈને સગીરા તેના મિત્રો સાથે બેઠી હતી. અને ત્યાં તેની સાથે આ સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને આ મામલે માહિતી આપી હતી.

જિલ્લા પોલીસ વડાએ આ મામલે જણાવ્યું કે, સગીરા જયારે તેના મિત્રને મળવા માટે ભાયલી ગઈ હતી. ભાયલીમાં તેના મિત્ર સાથે એક અવાવરું જગ્યાએ જઈને બેઠી હતી. જ્યાં 5 લોકો બાઈક પર આવ્યા હતા. અને અચાનક તેમણે આ બંનેને ત્યાં બેઠેલા જોયા જે બાદ તેમાંથી બે શખ્સ ત્યાંથી ભાગી ગયા અને ત્રણ શખ્સ ત્યાં જ રોકાઈ ગયા. આ ત્રણમાંથી એક શખ્સે સગીરાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બાકી બંને શખ્સે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ હિન્દી અને ગુજરાતી ભાષામાં વાત કરતા હતા. આ સમગ્ર મામલે આરોપીઓને પકડવા શહેર અને જિલ્લાની પોલીસ કામે લાગી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિતની એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે.

ગુજરાતમાં આમ તો આપણે મહિલા સુરક્ષાની મોટી વાતો કરતા હોઈએ છીએ. હવે ગુજરાતમાં મહિલાઓ ક્યાં સુરક્ષિત છે તે પણ એક પ્રશ્ન છે. કન્યા છાત્રાલય હોય કે શાળા કે પોતાના ઘરમાં જાહેર સ્થળો પર કોઈ જ જગ્યાએ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી. સરકાર કે કોઈ દુષ્કર્મના આરોપીને એવી સજા નથી કરતી કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો વિચાર લાવતા પહેલા પણ થરથર કંપી ઉઠે. ત્યારે જોવાનું રહ્યું કે આ દુષ્કર્મપીડિતાને ન્યાય મળશે કે પછી આ કેસને પણ માળીયે ચડાવી દેવામાં આવશે.

આ પણ વાંચોRahul Gandhi : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રાહુલ ગાંધીની સભા, શિવાજી મહારાજનું નામ લઈને ભાજપને ઘેર્યું

Read More

Trending Video