Vadodara Rape Case : રાજ્યમાં સતત એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયમાં દાહોદ દુષ્કર્મ હોય કે પછી વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરના દુષ્કર્મના કેસ હોય, બધામાં સતત પોલીસની હાર સામે આવી છે. દાહોદમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જયારે હવે નવરાત્રી દરમિયાન થયેલા ભાયલીના સામુહિક દુષ્કર્મ મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે 17 દિવસમાં જ 6 હજાર પાનની ચાર્જશીટ દાખલ કરી છે.
શું છે સમગ્ર મામલો ?
વડોદરા નજીક ભાયલીમાં બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા ગયેલી સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. આ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરા તેના મિત્ર સાથે સૂમસામ સ્થળે બેઠી હતી, ત્યારે બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 શખ્સો ફરાર થયા ગયા હતા. જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. વડોદરાની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા હતા. તેમજ મહિલાઓની સુરક્ષા મામલે સવાલો ઉઠી રહ્યા હતા. આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા.
આ પણ વાંચો : Horoscope: આજે મંગળવારે કોની પર રહેશે ગણેશજીની કૃપા, જાણો તમારું રાશિફળ