Vadodara Rape Case : ભાયલી સામુહિક દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજુ કરાયા, જાણો કોર્ટમાં આજે શું થયું ?

October 14, 2024

Vadodara Rape Case : વડોદરાના (Vadodara) ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli Rape Case) ઘટના સામે આવી હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમો સગીરા પાસે આવ્યા અને સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે 1100 થી વધુ સીસીટીવી તપાસી 5 આરોપીઓને પકડયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી.જોકે આજરોજ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને વિડિઓ કૉંફેરન્સ મારફતે કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.

તમામ આરોપીઓને વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજુ કરાયા

ઉલ્લેખનીય છે કે, ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે મુન્ના બનજારા, આફતાબ, શાહરુખ, સૈફઅલી અને અજમાલની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સામે ન માત્ર લોકોમાં પરંતુ વકીલોમાં પણ ભારો રોષ છે જેથી અગાઉ આ કેસના આરોપીઓના કોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેમની સાથે ડપલી દાવ પણ થયો હતો. જેથી બીજી વખત આરોપીઓને કોર્ટના પાછલા બારણેથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આજે પોલીસે સુરક્ષાના ભાગરૂપે તમામ આરોપીઓને વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજુ કરવા અરજ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખતા તમામ આરોપીઓને વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.

વડોદરાના ભાયલી દુષ્કર્મની ઘટના શું હતી?

વડોદરા નજીક ભાયલીમાં બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા આવેલી સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. આ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરા તેના મિત્ર સાથે સૂમસામ સ્થળે બેઠી હતી,ત્યારે બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 ઇસમો ફરાર થયા, જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.

આ પણ વાંચો : ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Read More

Trending Video