Vadodara Rape Case : વડોદરા દુષ્કર્મ મામલે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર, પોલીસે 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ

October 10, 2024

Vadodara Rape Case : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમો સગીરા પાસે આવ્યા અને સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે 1100 થી વધુ સીસીટીવી તપાસી 5 આરોપીઓને પકડયા હતા. પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી. આજે આરોપીના રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે વકીલો અને મીડિયાની નજરથી બચાવી ગુપ્ત રીતે પાછલા બારણે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે કોર્ટ પાસે આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આરોપીઓ પોલીસ રિમાન્ડમાં શું નવા ખુલાસા કરે છે.

Read More

Trending Video