Vadodara : ગુજરાતમાં હાલ ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમા સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વડોદરામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યાં એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યાં બીજી તરફ ભાજપ નેતા વરસાદમાં પલળવાનો આનંદ માણી રહ્યા છે. ભાજપ (BJP Gujarat)ના સહ પ્રવક્તા અને વડોદરાના પૂર્વ મેયર ડો.ભરત ડાંગર (Dr.Bharat Dangar)ની સોશિયલ મીડિયા પોસ્ટે હાલ ચર્ચાઓ જગાવી છે.
ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ડો.ભરત ડાંગર આમ તો પક્ષનું જાણીતું નામ છે. તેઓ મૂળ વડોદરાના વતની છે અને ત્યાં જ રહે છે. અને તેઓ વડોદરાના પૂર્વ મેયર પણ રહી ચુક્યા છે. વડોદરામાં ગઈકાલે ખુબ વરસાદ પડ્યો છે. શહેર અને ગ્રામ્ય પંથક પાણીમાં ગરકાવ છે. ત્યારે નેતાઓ તો વરસાદનો આનંદ માણવામાં વ્યસ્ત છે. ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ડો.ભરત ડાંગરે ગઈકાલે વડોદરામાં પોતાના ઘરની છત પર એક વરસાદનો આનંદ માણતો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, “बारिश का नशा ही कुछ अलग होता है। पलकों को छूते ही दिल पर असर होता है।” હવે વરસાદનો આનંદ માણવો એ કંઈ ખરાબ વાત નથી. પરંતુ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેઓ ભાજપના નેતા પણ છે. અને કોઈ પક્ષ સાથે જોડાયેલા છો ત્યારે તમે જનતાની સેવા માટે જોડાયેલા છો.
પરંતુ સાહેબ આ વાત તો ભૂલી ગયા. એક તરફ લોકો હાલાકી ભોગવતા રહ્યા અને બીજી તરફ સાહેબ વરસાદમાં પલળવાનો આનંદ માણતા રહ્યા. વડોદરામાં હજુ પણ વરસાદ ચાલુ છે. સાથે જ વરસાદી પાણી શહેર અને ગામડાઓમાં ભરાઈ ગયા છે. પરંતુ આ સાહેબને એ યાદ ન આવ્યું કે શહેરમાં લોકોની મદદ માટે પણ જવું પડે. નેતા બનીને કે કોઈ પક્ષ સાથે જોડાઈને રોફ જમાવવો શું તેનાથી જનતાની સેવા કરી શકાશે ? અરે સાહેબ તમે જો આ જનતાની વચ્ચે એકવાર સેવા કરવા જાઓને તો આ જનતા પણ તમને સમયે મત આપવા આગળ આવી જાય. પરંતુ તમે વરસાદનો આનંદ માણતા રહ્યા અને જનતા વરસાદી પાણીમાં હેરાન થતી રહી. આ છે આપણા દેશના સૌથી મોટા રાજકીય પક્ષના નેતાઓ.
આ પણ વાંચો : Olympic Games 2024 : નીતા અંબાણી બીજી વખત IOC સભ્ય તરીકે ચૂંટાયા, 2016માં પ્રથમ વખત સભ્ય બન્યા