Vadodara Rain : વડોદરામાં ફરી ભારે વરસાદથી લોકોમાં ભય, વિશ્વામિત્રીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડમાં

September 30, 2024

Vadodara Rain : વડોદરામાં ઘણા સમયથી પૂરનું સંકટ તોળાતું રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક પર તંત્રએ એક્શન પણ લીધું છે. પરંતુ ફરી વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ફરી એક વખત શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે. ગઈકાલે વડોદરા શહેરમાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. અને આ વરસાદ બાદ શહેરમાં ફરી એક વખત જનજીવન અસ્તવ્યસ્તની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરામાં ફરી પૂરનું સંકટ

વડોદરા શહેરમાં સતત ત્રીજી વખત વડોદરાના માથે પૂરનું સંકટ તોળાય રહ્યું છે. તેવામાં વાહનચાલકો દ્વારા પોતપોતાના વાહનો ઊંચાઈવાળા વિસ્તારોમાં પાર્ક કરવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના અંતમાં આવેલ પૂરમાં વડોદરાની જનતાના અનેક વાહનો રસ્તા ઉપર મૂકવાથી બગડી ગયા હતા. જેને પગલે વાહન ચાલકો હવે તેમના વાહનો બ્રિજ ઉપર પાર્ક કરવા મજબૂર બન્યા છે. માત્ર પાંચ ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરને ધમરોલી નાખ્યું છે તેવામાં તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

વડોદરાના માટે ફરી એકવાર પુરનું સંકટ દેખાઈ રહ્યું છે. રાત્રી દરમિયાન સમગ્ર વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાંથી 200 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાંજના સમયે નોકરીયાતો પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તા ઉપર પાણી જ પાણી હતા જેને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનો બચાવવા સમાવિસ્તરના બ્રિજનો સહારો લીધો છે અને પોતાના વાહનો બ્રિજ ઉપર જ પાર્ક કરી પોત પોતાના ઘરે પહોંચ્યા છે.

વડોદરા મેયરે પૂરને લઈને શું કહ્યું ?

વડોદરા મેયર પિંકી સોનીએ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો અને તેને લઈને જે પરિસ્થિતિ છે તેને લઈને વાત કરી હતી. સાથે જ જો ફરી વડોદરામાં વિશ્વામિત્રી ઓવરફ્લો થાય તો તંત્રની કેવી તૈયારી છે તેને લઈને વાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે, વિશ્વામિત્રીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે અમે સાયરન દ્વારા સતત જનતાને એલર્ટ કરી રહ્યા છીએ. આ સાથે જ હવે સતત સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. અને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યાં તેમની રહેવા ખાવાની સગવડ કરવામાં આવી છે.

વડોદરામાં આજે શાળાઓમાં રજા

વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે. આજે વડોદરા શહેરવાસીઓમાં ફરી એક વાર ચિંતાતૂર બન્યા છે. સતત વરસાદ પડી રહ્યો હોવાથી ફરી પૂરનું સંકટ ઉભું થવાની શક્યતા છે. વડોદરા શહેરની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોMithun Chakraborty : મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી

Read More

Trending Video