Vadodara Rain : ગુજરાતમાં અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ હોય કે ગામ બધું બેટમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સાચી પડી છે. સાથે જ હવામાનની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તો આભ ફાટ્યું છે. તો મધ્ય ગુજરાતમાં મેઘકહેર વર્તાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ભારે વરસાદ બાદ અત્યારે પૂરની પરિસ્થિતિ છે. આકાશી આફતને કારણે વડોદરામાં તારાજી સર્જાઈ છે. ત્યારે હવે વડોદરામાં વિશ્વામીત્રીનું જળસ્તર પણ વધી ગયું છે. જે બાદ વડોદરા શહેર અત્યારે પાણી પાણી થઇ ગયા છે. રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા આજે પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા.
મંત્રીઓ પહોંચ્યા મુલાકાત માટે
રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા આજે વડોદરા પહોંચ્યા હતા. જે બાદ તેમણે કહ્યું હતું કે, સરકારનું પૂરું ફોકસ અત્યારે વડોદરા પર છે. વડોદરામાં પુરને કારણે 10 થી 12 ફુટ જેટલાં પાણી વડોદરામાં NDRF ઉપરાંત આર્મીની પણ મદદ લેવામાં આવી છે. SDRF અને ફાયર બ્રિગેડની ટીમો પણ કામગીરીમાં લાગી છે. અત્યારે વડોદરામાં આર્મીની કુલ 4 ટીમો કાર્યરત છે. વડોદરામાં અત્યાર સુધી 5 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગામી 12 થી 15 કલાકમાં પરિસ્થિતિ સામાન્ય કરવાનાં પ્રયાસ કરી રહ્યા છીએ. લોકોને બચાવવા પાણી અને ખોરાક પહોંચાડવો એ અમારી પ્રાથમિકતા. વડોદરાને પુરથી બચાવવા આજવાથી ખંભાતનાં અખાત સુધી ચેનલ બનાવાશે. આજવા સરોવરથી વધુ એક ચેનલ ખંભાતનાં અખાત સુધી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Vadodara : મંત્રીઓને નિરીક્ષણ કરવા સ્માર્ટ- સિટીમાં ડમ્પર લઈને આવવું પડયું#Rushikeshpatel #Vadodara #HeavyRain #RainfallinGujarat #nirbhaynews pic.twitter.com/C1pvAgkR06
— Nirbhaynews (@nirbhaynews1) August 28, 2024
બંને મંત્રીઓએ લીધી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત
વડોદરા ખાતે આજે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે થયેલ નુકસાન, પાણી ભરાયેલ સ્થળો, રેસ્ક્યુ કામગીરી સહિતની વિગતવાર માહિતી મેળવી હતી. સમગ્ર પરિસ્થિતિ સત્વરે પૂર્વવત બને તે દિશામાં યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવા મંત્રીઓએ જિલ્લા વહીવટી તંત્રને સૂચન કર્યા હતા.
આ પણ વાંચો : Vijay Suvala Arrested : લોકગાયક અને ભાજપ નેતા વિજય સુંવાળાની ધરપકડ, મારામારીનો વિડીયો વાયરલ થતા ગુનો થયો હતો દાખલ