Vadodara Rain : વડોદરામાં ભારે વરસાદ, સાવલીના ગામોમાં ઘુસ્યા વિશ્વામિત્રી નદીના પાણી, જનજીવન અસ્તવ્યસ્ત

July 25, 2024

Vadodara Rain : ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહીત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ સાચું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાત (Vadodara Rain)માં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે હવે વિશ્વામિત્રી નદી (Vishwamitri River)ના જળસ્તરમાં વધારો થતા ગામમાં પાણી ઘુસી ગયા છે.

વડોદરામાં આજવા ડેમનાં પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા આસપાસના ગામોમાં પાણી ઘુસી ગયા હતા. સાવલીના પિલોલ ,અલીન્દ્રા, દરજીપુરા, ખોખર ગામમાં કેડસમાં પાણી ઘૂસ્યા છે. સાવલી તાલુકાના આ બધા ગામો સંપર્કવિહોણા બન્યા છે. છેવાડાના અને નીચાણવાળા ગામો તો માત્ર ઘૂંટણસમા પાણીમાં જ ગરકાવ થઇ ગયા છે. આટલું પાણી ભરી જવા છતાં સ્થાનિકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે. ભારે વરસાદના કારણે પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. લોકો હાલ હાલાકીનો સામનો ખરી રહ્યા છે. નદીના પાણી ઘર અને ગામમાં ઘુસી જતા મગર અને ઝેરી સાપોનાં ઉપદ્રવથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હજી પણ ભારે વરસાદ ની આગાહીને પગલે લોકોમાં ચિંતા પ્રસરી છે. લોકો સુધી ખાદ્ય ચીજ અને રાહત સામગ્રી પહોંચે તેવી તંત્રને અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોVadodara : વડોદરામાં વરસાદને કારણે જીવન અસ્ત વ્યસ્ત બન્યું, બીજી તરફ ભાજપ નેતા ભરત ડાંગર મેઘમહેરનો આનંદ માણવામાં મસ્ત

Read More

Trending Video